ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં સ્ટાર ખેલાડીના કારણે BCCIને લાખોનો ચુનો લાગ્યો
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે હાલમાં જ ખેલાડીઓ દ્વારા વિદેશી પ્રવાસ પર લઈ જવાના સામાનના વજનને લઈને મર્યાદા નક્કી કરતા નવા નિયમ લાગુ કર્યા છે. આ પગલું ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન બનેલી એક ઘટના બાદ લેવામાં આવ્યું છે, જેમાં એક ખેલાડી દ્વારા અનુમાનિત 27 બેગ લઈ જવામાં આવ્યા હતા. જેનો વજન 250 કિલોગ્રામથી વધુ હતો. મીડીયા રિપોર્ટ અનુસાર, આ બેગમાં ખેલાડીના ખાનગી સામાન સિવાય પોતાના પરિવાર અને સ્ટાફના સભ્યોનો પણ સામાન સામેલ હતો, જેનો ખર્ચ BCCIએ ઉપાડ્યો હતો.
રિપોર્ટમાં એ પણ દાવો કરવામાં આવ્યો છે કે, આ ખેલાડીના પરિવારવાળા સમગ્ર પ્રવાસ દરમિયાન તેની સાથે રહ્યા અને BCCIને તેના સામાનને ભારતથી ઓસ્ટ્રેલિયા અને પાછો ભારત લાવવાની સાથે સાથે સમગ્ર પ્રવાસ પર એક શહેરથી બીજા શહેર સુધી લઈ જવાનો ખર્ચ પણ ઉપાડવો પડ્યો. જોકે કુલ ખર્ચનો ખુલાસો થયો નથી. પરંતુ અનુમાન છે કે, એ લાખો રૂૂપિયામાં હશે.
આ ઘટના બાદ, BCCIએ સ્પષ્ટ કર્યું કે, ભવિષ્યમાં તે માત્ર 150 કિલોગ્રામ સુધી જ સામાનનો ખર્ચ ભોગવશે. તે સિવાય ખેલાડીઓને હવે મેચ માટે ટીમ બસથી યાત્રા કરવી પડશે અને વ્યક્તિગત મુસાફરી માટે વ્યવસ્થાની મંજૂરી નહીં હોય.
આગામી ઈંઈઈ ચેમ્પિયન્સ ટ્રોફી પણ BCCIએ આકરું વલણ અપનાવતા ખેલાડીઓના પરિવારના સભ્યોને તેની સાથે મુસાફરી કરવાની મંજૂરી આપવાથી ઇનકાર કરી દીધો છે. એક રિપોર્ટ અનુસાર, એક સિનિયર ખેલાડીએ પોતાની પત્નીને દુબઈ લઈ જવા માટે બોર્ડ પાસે વિનંતી પણ કરી હતી, પરંતુ બોર્ડે સ્પષ્ટ ઇનકાર કરી દીધો કે, નિયમ તમામ માટે એક સમાન હશે.