રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

BCCI ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ બોર્ડથી 28 ગણું વધુ ધનવાન

12:39 PM Dec 12, 2023 IST | Sejal barot
Advertisement

ભારતીય ક્રિકેટ બોર્ડ વિશ્વનું સૌથી ધનવાન ક્રિકેટ બોર્ડ છે આ વાત સર્વ વિદિત છે. પરંતુ BCCI બાદ આવતા બીજા ક્રમના બોર્ડ વચ્ચે બહુ મોટું અંતર છે તે ચોંકાવનારા સમાચાર છે. BCCI બાદ બીજા ક્રમે ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ બોર્ડ આવે છે. BCCI આ બીજા ક્રમના ક્રિકેટ બોર્ડ કરતા 28 ગણું ધનવાન છે તેવો રિપોર્ટ ક્રિકબઝે જાહેર કર્યો છે. ગયા મહિને જ BCCI ની કુલ સંપત્તિ 2.25 અરબ અમેરિકન ડોલર(અંદાજિત 18,700 કરોડ રુપિયા) નોંધાઈ છે. ક્રિકબઝની એક રિપોર્ટ અનુસાર ક્રિકબઝ બાદ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા(ઈઅ) વિશ્વનું બીજા ક્રમનું ધનવાન ક્રિકેટ બોર્ડ છે. જો કે ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ બોર્ડની કુલ સંપત્તિ 79 મિલિયન અમેરિકન ડોલર(660 કરોડ રુપિયા) છે. આ આંકડા પરથી કહી શકાય કે BCCI તેના પછીના આવતા ક્રિકેટ બોર્ડ કરતા 28 ગણું ધનવાન છે. વિશ્વના અનેક દેશોમાં વિવિધ રમતોથી નાગરિકો આકર્ષાતા હોય છે. જ્યારે ભારતમાં ટીવી પર રમતો જોતા દર્શકોમાંથી 90 ટકા દર્શકો માત્ર ક્રિકેટ જોવાનું જ પસંદ કરે છે. તેની કુલ સંપત્તિ 47 મિલિયન અમેરિકન ડોલર છે. જે BCCI ના માત્ર 2.09 ટકા જેટલી થવા જાય છે. રિપોર્ટમાં BCCI સમગ્ર વિશ્વમાં અગ્રણી 10 ક્રિકેટ બોર્ડની કુલ સંપત્તિના 85.88 ટકા હિસ્સા સાથે પ્રથમ છે.

Advertisement

Tags :
AustraliaBCCI is 28 times richer than theboardcricketof
Advertisement
Next Article
Advertisement