BCCI એ રૌફ-સાહિબઝાદા સામે તો PCBએ સૂર્યકુમાર સામે ICCમાં કરી ફરિયાદ
ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ ઓછો થવાના કોઈ સંકેત દેખાતા નથી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI ) એ ICC ને પાકિસ્તાની ખેલાડીઓ હરિસ રૌફ અને સાહિબઝાદા ફરહાન વિશે ફરિયાદ કરી છે. તેની ફરિયાદમાં, BCCI એ બે પાકિસ્તાની ખેલાડીઓ પર એશિયા કપના સુપર ફોર તબક્કાની મેચ દરમિયાન ભડકાઉ હરકતો કરવાનો આરોપ લગાવ્યો છે.
સમાચાર એજન્સી ઙઝઈં અનુસાર, એવું માનવામાં આવે છે કે BCCI એ બુધવારે રૌફ અને ફરહાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી અને ICC ને ઇમેઇલ કરી હતી. જો સાહિબજાદા અને રૌફ લેખિતમાં આરોપોનો ઇનકાર કરે છે, તો ICC આ મામલે સુનાવણી કરી શકે છે. આ કિસ્સામાં, બંને ખેલાડીઓને સુનાવણી માટે ICC એલીટ પેનલ રેફરી રિચી રિચાર્ડસન સમક્ષ હાજર થવું પડી શકે છે.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડએ બદલો લેવા માટે ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવ સામે ICC માં ફરિયાદ પણ નોંધાવી છે. PCBએ સૂર્યકુમારને નિશાન બનાવ્યું છે કારણ કે તેણે 14 સપ્ટેમ્બરના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચેની ગ્રુપ સ્ટેજ મેચ પછી ઓપરેશન સિંદૂરમાં સામેલ સશસ્ત્ર દળોને વિજય સમર્પિત કર્યો હતો અને પહેલગામ આતંકવાદી હુમલાના પીડિતો સાથે એકતા વ્યક્ત કરી હતી. ઙઈઇનો આરોપ છે કે સૂર્યકુમારનું નિવેદન રાજકીય રીતે પ્રેરિત હતું. જોકે, આ ફરિયાદ ક્યારે કરવામાં આવી તે જોવાનું બાકી છે, કારણ કે નિયમો મુજબ ટિપ્પણીના સાત દિવસની અંદર ફરિયાદ નોંધાવવી જરૂૂરી છે.
પાકિસ્તાનના ઓપનિંગ બેટ્સમેન, સાહિબજાદા ફરહાને ભારત સામે પોતાની અડધી સદીની ઉજવણી બંદૂકની જેમ બેટ પકડીને ફાયરિંગનો ઈશારો કરતા સાહિબજાદાના કાર્યોની વ્યાપક ટીકા થઈ હતી, પરંતુ BCCI એ હવે ICC માં ફરિયાદ નોંધાવી છે. રૌફ અને સાહિબજાદાએ હવે ICC સુનાવણી દરમિયાન પોતાના હાવભાવ સમજાવવા પડશે. જો તેઓ પેનલને તેમના જવાબોથી સંતુષ્ટ કરવામાં નિષ્ફળ જાય, તો તેમને ICC આચારસંહિતા હેઠળ કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે.