ચેમ્પિયન્સ ટ્રોફી જીતનાર ટીમ પર BCCI મહેરબાન, 58 કરોડનું ઇનામ
ભારતીય ક્રિકેટ ટીમે ન્યૂઝીલેન્ડને 4 વિકેટે હરાવીને ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું ટાઈટલ જીત્યું. રોહિત શર્માની કપ્તાનીમાં ટીમે શાનદાર પ્રદર્શન કર્યું અને ટુર્નામેન્ટમાં એક પણ મેચ હારી ન હતી અને ટાઈટલ પર કબજો કર્યો હતો. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 જીતવા બદલ ભારતીય ક્રિકેટ ટીમને 58 કરોડ રૂૂપિયાના રોકડ પુરસ્કારની જાહેરાત કરી છે.
આ ઈનામી રકમ ખેલાડીઓ, કોચિંગ અને સપોર્ટ સ્ટાફ અને પસંદગી સમિતિના તમામ સભ્યોના સન્માન માટે છે. આ શાનદાર સિદ્ધિ પછી BCCIએ ભારતીય ક્રિકેટ ટીમના પ્રદર્શનની પ્રશંસા કરી અને તેમને આ મોટું સન્માન આપ્યું હતુ . ભારતે કુલ ત્રણ વખત ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો છે. સૌરવ ગાંગુલીની કપ્તાની હેઠળ 2002માં પ્રથમ વખત ભારતને શ્રીલંકા સાથે સંયુક્ત વિજેતા બનવાનું સન્માન મળ્યું હતું. બીજું ટાઈટલ ભારતે 2013માં મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સીમાં ઈંગ્લેન્ડને હરાવીને જીત્યું હતું. અને હવે 2025 મા ભારતે ત્રીજી વખત આ ખિતાબ જીતીને ઈતિહાસ રચ્યો છે.