For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મહિલા ક્રિકેટ ટીમને BCCIનો 51 કરોડનો ચાંદલો

03:49 PM Nov 03, 2025 IST | admin
મહિલા ક્રિકેટ ટીમને bcciનો 51 કરોડનો ચાંદલો

Advertisement

બીસીસીઆઈના સચિવ દેવજીત સૈકિયાએ આઈસીસી મહિલા વર્લ્ડ કપ 2025ની વિજેતી બનેલી ટીમ ઈન્ડિયા માટે ધરખમ કેશ પ્રાઈઝની જાહેરાત કરી છે. આ રકમ આઈસીસીની વિનિંગ પ્રાઈઝ મની કરતા પણ વધુ છે.

હરમનપ્રીત કૌરના નેતૃત્વવાળી ટીમ ઈન્ડિયાએ 2 નવેમ્બરની રાત દરેક ભારતીય માટે યાદગાર બનાવી દીધી. આઈસીસી મહિલા વર્લ્ડ કપ 2025ની ફાઈનલમાં દક્ષિણ આફ્રીકાને હરાવીને ટ્રોફી પર કબજો જમાવ્યો. ફાઈનલમાં ભારતે દ.આફ્રીકાની ટીમને 52 રનથી હરાવી દીધી. ટીમ ઈન્ડિયાની આ જીત બાદ છપ્પરફાડ પૈસાનો વરસાદ થયો છે. આઈસીસીએ વર્લ્ડ કપ વિનિંગ ટીમ માટે 4.48 મિલિયન યુએસ ડોલરના ઈનામની જાહેરાત કરી હતી. જે ભારતીય ચલણમાં જોઈએ તો લગભગ 39.78 કરોડ રૂૂપિયા જેટલું થાય. હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે બીસીસીઆઈએ આઈસીસીથી વધુ પ્રાઈઝ મનીની જાહેરાત કરી છે.

Advertisement

બીસીસીઆઈના સચિવ દેવજીત સૈકિયાએ આઈસીસી વુમન્સ ક્રિકેટ વર્લ્ડ કપ વિજેતા ટીમ માટે 51 કરોડ રૂૂપિયાના કેશ પ્રાઈઝની જાહેરાત કરી છે. એએનઆઈ સાથે વાત કરતા દેવજીત સૈકિયાએ કહ્યું કે, 1983માં કપિલ દેવે ભારતને વર્લ્ડ કપ જીતાડીને ક્રિકેટમાં એક નવા યુગ અને પ્રોત્સાહનની શરૂૂઆત કરી હતી. આજે મહિલાઓએ પણ એ જ ઉત્સાહ અને પ્રોત્સાહન રજૂ કર્યું છે. હરમનપ્રીત કૌર અને તેમની ટીમે આજે માત્ર ટ્રોફી નથી જીતી પરંતુ તમામ ભારતીયોના દિલ પણ જીત્યા છે. તેમણે મહિલા ક્રિકેટરોની આગામી પેઢી માટે માર્ગ મોકળો કર્યો છે. જ્યારે આપણી ટીમે સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું ત્યારે જ મહિલા ક્રિકેટ પહેલેથી જ આગામી સ્તર પર પહોંચી ગયું હતું.
તેમણે વધુમા કહ્યું કે જ્યારથી જય શાહે બીસીસીઆઈનો કાર્યભાળ સંભાળ્યો છે (2019થી 2024 સુધી બીસીસીઆઈના સચિવ તરીકે કાર્યરત) તે દરમિયાન મહિલા ક્રિકેટમાં તેમણે અનેક ફેરફાર કર્યા. પગાર સમાનતા ઉપર પણ ધ્યાન અપાયું.

ગત મહિને આઈ સી સીના અધ્યક્ષ જય શાહે મહિલાઓની પુરસ્કાર રકમમાં 300 ટકાનો વધારો કર્યો હતો. પહેલા પુરસ્કારની રકમ 2.88 મિલિયન ડોલર હતી અને હવે તેને વધારીને 14 મિલિયન ડોલર કરી. આ બધા પગલાંથી મહિલા ક્રિકેટને ખુબ પ્રોત્સાહન મળ્યું છે. બીસી સીઆઈએ સમગ્ર ટીમ- ખેલાડીઓ, કોચો માટે 51 કરોડ રૂૂપિયાના ઈનામની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે અમે ટીમ અને સહયોગી સ્ટાફની સાથે કામ કરી રહ્યા છીએ.

Advertisement
Tags :
Advertisement
Advertisement