રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

10 વર્ષ બાદ મહિલા T-20 વર્લ્ડ કપમાં બાંગ્લાદેશનો વિજય

01:35 PM Oct 04, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

મહિલા ટી20 વર્લ્ડ કપ 2024 શરૂૂ થઈ ગયો છે. ટુર્નામેન્ટની પ્રથમ મેચ બાંગ્લાદેશ અને સ્કોટલેન્ડની ટીમો વચ્ચે રમાઈ હતી. બાંગ્લાદેશે આ મેચ 16 રને જીતી લીધી હતી. બાંગ્લાદેશ માટે આ જીત ખૂબ જ ખાસ હતી, કારણ કે બાંગ્લાદેશે 10 વર્ષની રાહ જોયા બાદ ટી20 વર્લ્ડ કપમાં એક મેચ જીતી હતી. તો બીજી તરફ આઈસીસી ઈવેન્ટમાં આ સ્કોટલેન્ડની ડેબ્યૂ મેચ હતી. પરંતુ તેની શરૂૂઆત ટી20 વર્લ્ડ કપમાં હાર સાથે થઈ હતી.

બાંગ્લાદેશ અને સ્કોટલેન્ડની ટીમો વચ્ચેની આ મેચ શારજાહ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધા બાદ બાંગ્લાદેશની ટીમ આ મેચમાં મોટો સ્કોર કરી શકી ન હતી, બાંગ્લાદેશે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 119 રન બનાવ્યા હતા. પરંતુ બોલરોના જોરદાર પ્રદર્શનના કારણે તેમની ટીમ જીતી ગઈ. આ સાથે જ ટી20 વર્લ્ડ કપમાં બાંગ્લાદેશની આ ત્રીજી જીત છે.

આ પહેલા બાંગ્લાદેશે ટી20 વર્લ્ડ કપમાં ઘરઆંગણે બંને મેચ જીતી હતી. 2014 ટી20 વર્લ્ડ કપ બાંગ્લાદેશમાં રમાયો હતો. ત્યારબાદ બાંગ્લાદેશની ટીમે શ્રીલંકા અને આયર્લેન્ડને હરાવ્યા હતા. આવી સ્થિતિમાં, આ પ્રથમ વખત છે જ્યારે બાંગ્લાદેશે પોતાના ઘરની બહાર ટી20 વર્લ્ડ કપ મેચ જીતી હોય.

આ મેચમાં સ્કોટલેન્ડના બેટ્સમેનો સંપૂર્ણ રીતે ફ્લોપ રહ્યા હતા. સ્કોટલેન્ડે સમગ્ર 20 ઓવરની બેટિંગ કરી, પરંતુ 7 વિકેટે 103 રન જ બનાવી શકી. સ્કોટલેન્ડ તરફથી સારાહ બ્રાયસે સૌથી મોટી ઈનિંગ રમી હતી. તે 52 બોલમાં 49 રન બનાવ્યા બાદ અણનમ રહી, પરંતુ પોતાની ટીમને જીત તરફ લઈ જઈ શકી નહીં. આ સિવાય સુકાની કેથરિન બ્રાઈસ અને એલ્સા લિસ્ટરે 11-11 રન બનાવ્યા હતા. આ ત્રણ ખેલાડીઓ સિવાય કોઈ બેટ્સમેન ડબલ ફિગરને સ્પર્શી શક્ય નહીં. બાંગ્લાદેશ તરફથી રિતુ મોનીએ 4 ઓવરમાં 15 રન આપીને 2 વિકેટ ઝડપી હતી, જેના માટે તેણીને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પણ પસંદ કરવામાં આવી હતી.

બીજી તરફ આ મેચમાં બાંગ્લાદેશ તરફથી શોભના મોસ્તરીએ સૌથી મોટી ઈનિંગ રમી હતી. તેણે 38 બોલમાં 36 રન બનાવ્યા હતા. તે જ સમયે, ઓપનર શાતિ રાનીએ 32 બોલમાં 29 રનનું યોગદાન આપ્યું હતું. કેપ્ટન નિગાર સુલ્તાનાએ પણ 18 બોલમાં 18 રન બનાવ્યા હતા.

Tags :
BangladeshSportsWomen's T-20 World Cupworld
Advertisement
Next Article
Advertisement