For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભારતને 59 રને હરાવી બાંગ્લાદેશે જીત્યો યુ-19 એશિયા કપનો ખિતાબ

10:50 AM Dec 09, 2024 IST | Bhumika
ભારતને 59 રને હરાવી બાંગ્લાદેશે જીત્યો યુ 19 એશિયા કપનો ખિતાબ
Advertisement

બાંગ્લાદેશે અંડર 19 એશિયા કપ 2024નો ખિતાબ જીત્યો છે. તેણે ફાઇનલમાં ભારતને 59 રનથી હરાવ્યું હતું. આ મેચમાં અંડર 19 ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ રહી હતી. ભારત તરફથી કેપ્ટન મોહમ્મદ અમાને 26 રનની ઇનિંગ રમી હતી. જ્યારે હાર્દિક રાજે 24 રનનું યોગદાન આપ્યું હતું. આ પહેલા યુધ્ધજીત ગુહા, ચેતન શર્મા અને હાર્દિકે બોલિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. બાંગ્લાદેશે ભારતને જીતવા માટે 199 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

જવાબમાં ટીમ ઈન્ડિયા 139 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. બાંગ્લાદેશે આપેલા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ માટે આયુષ મ્હાત્રે અને વૈભવ સૂર્યવંશી ઓપનિંગ કરવા આવ્યા હતા. પરંતુ આ બંને બેટ્સમેન કંઈ ખાસ કરી શક્યા ન હતા. આયુષ માત્ર 1 રન બનાવીને આઉટ થયો હતો. વૈભવ 9 રન બનાવીને આઉટ થયો હતો. આન્દ્રે સિદ્ધાર્થ અને કેપી કાર્તિકેયાએ ટીમ માટે કેટલાક રન ઉમેર્યા હતા. સિદ્ધાર્થે 3 ચોગ્ગાની મદદથી 20 રન બનાવ્યા હતા. જ્યારે કાર્તિકેય 21 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.કેપ્ટન મોહમ્મદ અમાન 26 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 65 બોલનો સામનો કર્યો .

Advertisement

નિખિલ કુમાર ખાતું પણ ખોલાવી શક્યા નથી. વિકેટકીપર બેટ્સમેન હરવંશ સિંહ 6 રન બનાવીને આઉટ થયો હતો. કિરણ ચોરમલે 1 રન બનાવીને આઉટ થયો હતો. હાર્દિક રાજે સારો પ્રયાસ કર્યો. તેણે 21 બોલમાં 24 રન બનાવ્યા હતા. આ દરમિયાન 3 ચોગ્ગા માર્યા. ટીમ ઈન્ડિયાની તમામ મહેનત વ્યર્થ ગઈ. ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં ભારતને પાકિસ્તાન સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી તેણે સતત ત્રણ મેચ જીતીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી. પરંતુ અહીં ફરી તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર સાથે ટીમ ઈન્ડિયાએ અંડર 19 એશિયા કપ 2024નું ટાઈટલ ગુમાવ્યું છે. આ રીતે સમગ્ર ભારતીય ટીમ 35.2 ઓવરમાં 139 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement