For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પંજાબને 8 વિકેટે કચડી, બેંગ્લોરનો ફાઈનલમાં શાનદાર પ્રવેશ

10:56 AM May 30, 2025 IST | Bhumika
પંજાબને 8 વિકેટે કચડી  બેંગ્લોરનો ફાઈનલમાં શાનદાર પ્રવેશ

જોશ હેઝલવુડ-સુયશ શર્માની ત્રણ-ત્રણ વિકેટ, પંજાબને હજુ ક્વોલિફાયર-2 થકી તક

Advertisement

પ્રથમ ક્વોલિફાયરમાં RCBએ પંજાબ કિંગ્સને હરાવ્યું. એકતરફી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે લાયન્સ ઓફ પંજાબને 8 વિકેટથી કચડી નાખ્યું. પ્રથમ બેટિંગ કરતા, પંજાબનો બેટિંગ ક્રમ પત્તાના ઢગલાની જેમ ધરાસાયી થઈ ગયો અને આખી ટીમ માત્ર 101 રન બનાવીને પડી ભાંગી. જોશ હેઝલવુડ અને સુયશ શર્માએ ત્રણ-ત્રણ વિકેટ લીધી. બોલરોના શાનદાર પ્રદર્શન બાદ, બેટ્સમેનોએ પણ સારું પ્રદર્શન કર્યું. જો કે, પંજાબને હજુ ક્વોલિફાયર-2 થકી વધુ એક તક મળશે.

ફિલ સોલ્ટે માત્ર 27 બોલમાં 56 રનની ઝડપી ઇનિંગ રમી. આ ઇનિંગ સાથે, RCBએ માત્ર 10 ઓવરમાં 102 રનના લક્ષ્યનો પીછો કર્યો. બેંગ્લોરે IPL પ્લેઓફમાં સૌથી મોટી જીતનો રેકોર્ડ પણ બનાવ્યો છે. RCBએ પહેલા ક્વોલિફાયરમાં પંજાબ કિંગ્સને 8 વિકેટથી હરાવીને ઇતિહાસ રચ્યો છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે માત્ર 10 ઓવરમાં લક્ષ્યનો પીછો કરીને શાનદાર સિદ્ધિ મેળવી છે. બોલની વાત કરીએ તો, RCBએ IPL પ્લેઓફમાં સૌથી મોટી જીતનો સ્વાદ ચાખ્યો છે. બેંગ્લોરે 60 બોલ બાકી રહેતા લક્ષ્ય હાંસલ કર્યું. લક્ષ્યનો પીછો કરતી વખતે RCBની શરૂૂઆત સારી નહોતી અને વિરાટ કોહલી માત્ર 12 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી, મયંક અગ્રવાલ અને ફિલ સોલ્ટે બીજી વિકેટ માટે અડધી સદીની ભાગીદારી કરી. મયંક 19 રન બનાવીને આઉટ થયો હતો. તે જ સમયે સોલ્ટે અડધી સદી ફટકારી અને 27 બોલમાં 56 રન બનાવીને અણનમ રહ્યો. કેપ્ટન રજત પાટીદારે 8 બોલમાં 15 રન બનાવીને ટીમને વિજય અપાવ્યો.

Advertisement

RCB બોલરો સામે પંજાબનો બેટિંગ ઓર્ડર ટકી શક્યો નહીં. ટોસ હાર્યા બાદ, પંજાબ પહેલા બેટિંગ કરવા આવ્યું અને તેની શરૂૂઆત ખૂબ જ ખરાબ રહી. પ્રિયાંશ માત્ર 7 રન બનાવીને આઉટ થયો. જોશ હેઝલવુડે માત્ર 4 રનના સ્કોર પર જોશ ઇંગ્લિસને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. પ્રભસિમરને કેટલાક શક્તિશાળી શોટ માર્યા, પરંતુ તે 18 રન બનાવીને ભુવનેશ્વર કુમારનો શિકાર બન્યો. કેપ્ટન શ્રેયસ અય્યર પણ ખરાબ રીતે નિષ્ફળ ગયો અને માત્ર 2 રન બનાવીને આઉટ થયો. નેહલ વાઢેરાએ 8 રન બનાવ્યા, જ્યારે શશાંક સિંહ માત્ર 3 રન બનાવી શક્યો. મુશીર ખાન પોતાનું ખાતું પણ ખોલી શક્યો નહીં. ટીમ માટે માર્કસ સ્ટોઇનિસે સૌથી વધુ 26 રન બનાવ્યા, જેના કારણે ટીમ કોઈક રીતે 100 રનનો આંકડો પાર કરવામાં સફળ રહી. બોલિંગમાં, હેઝલવુડ, સુયશ શર્માએ ત્રણ-ત્રણ વિકેટ લીધી, જ્યારે યશ દયાલે 2 વિકેટ લીધી.

ઝ-20માં 13,500 રન બનાવનાર વિરાટ કોહલી પ્રથમ ભારતીય
વિરાટ કોહલીએ 12 રનની ઇનિંગ રમતાની સાથે જ T20 ક્રિકેટમાં પોતાના 13500 રન પૂરા કર્યા. તે T20 ક્રિકેટમાં 13,500 રન પૂરા કરનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બન્યો છે. તેની પહેલા કોઈ ભારતીય ખેલાડી આવું કરી શક્યો ન હતો. તે T20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટ્સમેન પણ છે. હવે ફક્ત ક્રિસ ગેલ, એલેક્સ હેલ્સ, શોએબ મલિક અને કિરોન પોલાર્ડ જ T20 ક્રિકેટમાં કોહલીથી વધુ રન બનાવી શક્યા છે. વિરાટ કોહલીએ T20 ક્રિકેટની 413 મેચોમાં કુલ 13500 રન બનાવ્યા છે. આ દરમિયાન, તેના બેટમાંથી 9 સદી અને 105 અડધી સદી ફટકારી છે. લક્ષ્યનો પીછો કરતી વખતે કોહલીનું એક અલગ રૂૂપ જોવા મળે છે. જ્યાં સુધી તે ક્રીઝ પર હોય છે, ત્યાં સુધી ચાહકોને જીતની આશા હોય છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement