બેડમિન્ટન સ્ટાર પી.વી. સિંધુના 22 ડિસેમ્બરે હૈદરાબાદમાં લગ્ન
વેંકટ દત્તા સાઈ સાથે જીવનની ઈનિંગ શરૂ કરશે
બે વાર ઓલમ્પિક પદક વિજેતા બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ 22 ડિસેમ્બરે ઉદયપુરમાં લગ્નના સંબધમાં બંધાશે. રવિવારે લખનઉમાં સૈયદ મોદી ઇન્ટરનેશનલમાં જીત સાથે લાંબા સમયના ખિતાબના દુષ્કાળને પૂરો કરનાર ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન સિંધુ, હૈદરાબાદ સ્થિત વેંકટ દત્તા સાઈ સાથે લગ્ન કરશે, જે પોસીડેક્સ ટેક્નોલોજીસના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે.
સિંધુના પિતા પીવી રમનાએ જણાવ્યું કે, બંને પરિવાર એકબીજાને ઓળખતા હતા પરંતુ એક મહિના પહેલા બધુ નક્કી થયું. આ એક માત્ર સંભવિત સમય હતો કેમ કે જાન્યુઆરીમાં સિંધુનો કાર્યક્રમ ખૂબ વ્યસ્ત રહેવાનો છે. તેમણે કહ્યું, આ જ કારણ છે કે બંને પરિવારોએ 22 ડિસેમ્બરે લગ્ન કરવાનો નિર્ણય લીધો. રિસેપ્શન 24 ડિસેમ્બરે હૈદરાબાદમાં રહેશે. તે ઝડપથી પોતાની ટ્રેનિંગ શરૂૂ કરશે કારણ કે આગામી સત્ર ખૂબ મહત્વપૂર્ણ રહેવાનું છે.
લગ્ન સંબંધિત કાર્યક્રમ 20 ડિસેમ્બરે શરૂૂ થશે. પીવી સિંધુએ બે ઓલિમ્પિકમાં મેડલ જીત્યા હતા. ભારતીય શટલરે 2016 રિયો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો હતો. આ સિવાય સિંધુએ 2020માં ટોકિયો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ વખતે તેની પાસેથી પેરિસ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવાની આશા હતી. જોકે આ ઓલિમ્પિકમાં તે કોઈ મેડલ મેળવી ન શકી.