For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બેડમિન્ટન સ્ટાર પી.વી.સિંધુ ઈજાગ્રસ્ત, તમામ ટૂર્નામેન્ટમાંથી નામ પરત ખેંચ્યું

10:54 AM Oct 28, 2025 IST | admin
બેડમિન્ટન સ્ટાર પી વી સિંધુ ઈજાગ્રસ્ત  તમામ ટૂર્નામેન્ટમાંથી નામ પરત ખેંચ્યું

સોમવારનો દિવસ ભારતીય રમત જગત માટે નિરાશાજનક સાબિત થયો, કારણ કે એક પછી એક સ્ટાર ખેલાડીઓને ગંભીર ઈજાઓના સમાચાર સામે આવ્યા. ક્રિકેટથી લઈને બેડમિન્ટન સુધી, ભારતના સ્ટાર ખેલાડીઓને ગંભીર ઈજાઓ થઈ હતી, જેના કારણે તેઓ લાંબા સમય સુધી રમતથી દૂર રહી શકે છે.

Advertisement

બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા શટલર પીવી સિંધુએ સોમવારે તેના ચાહકોને મોટો ઝટકો આપ્યો. પગની ઇજાને કારણે તેણીએ આ વર્ષે બાકી રહેલી બધી બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન (BWF) ટુર્નામેન્ટમાંથી નામ પાછું ખેંચી લીધું. આનો અર્થ એ થયો કે તે હવે આ સિઝનમાં રમતી જોવા મળશે નહીં.

સોમવારે, સિંધુએ પર લખ્યું, ‘ઈજાઓ દરેક ખેલાડીની સફરનો એક ભાગ હોય છે. મારી ટીમ અને સ્પોર્ટ્સ મેડિસિન નિષ્ણાત ડો. પારડીવાલા સાથે સલાહ લીધા પછી, મેં નક્કી કર્યું છે કે આ વર્ષે બાકી રહેલી બધી ઇઠઋ ટુર્નામેન્ટમાંથી ખસી જવું શ્રેષ્ઠ રહેશે. યુરોપિયન ટુર્નામેન્ટ પહેલા મને થયેલી ઈજા હજુ સુધી સંપૂર્ણપણે મટી નથી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement