ચેમ્પિયન્સ ODI કપમાં બાબરને કેપ્ટનશિપ ન મળી
શોએબ મલિક સાથેનો અણબનાવ કારણભૂત
ચેમ્પિયન્સ ઓડીઆઇ કપ પાકિસ્તાનમાં 12 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યો છે જેમાં પાંચ ટીમો સામ-સામે ટકરાશે. આ પાંચ ટીમોની ટુકડીઓ જાહેર કરી દેવામાં આવી છે અને તેના કેપ્ટન પણ જાહેર કરવામાં આવ્યા છે. રસપ્રદ વાત એ છે કે બાબર આઝમ કોઈ ટીમનો કેપ્ટન બન્યો નથી. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ચેમ્પિયન્સ ઓડીઆઇ કપ માટે પાંચેય ટીમોની ટીમની જાહેરાત કરી છે.
12 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલી આ ટૂર્નામેન્ટમાં પાકિસ્તાનના તમામ ટોપ ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે અને આ ટૂર્નામેન્ટને ચેમ્પિયન્સ ટ્રોફીના ઓડિશનની જેમ જોવામાં આવી રહી છે. બાબર આઝમને કોઈ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો નથી. બાબર આઝમ સ્ટેલિયન્સ ટીમનો એક ભાગ છે અને તે મોહમ્મદ હરિસની કેપ્ટનશીપમાં રમશે. એવા અહેવાલો હતા કે બાબર પોતે કેપ્ટન બનવા માંગતો ન હતો કારણ કે આ ટીમના મેન્ટર શોએબ મલિક છે જેની સાથે તેને અણબનાવ હોવાનું કહેવાય છે.