For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અંડર-19માં પાકિસ્તાન સામે ભારતનો પરાજય, અઝાન ઔવેસના અણનમ 105

01:06 PM Dec 11, 2023 IST | Sejal barot
અંડર 19માં પાકિસ્તાન સામે ભારતનો પરાજય  અઝાન ઔવેસના અણનમ 105

અંડર-19 એશિયા કપમાં પાકિસ્તાને ભારતને આઠ વિકેટે હરાવ્યું છે. દુબઈના આઇસીસી એકેડેમી મેદાન પર પ્રથમ બેટિંગ કરતા ભારતે નવ વિકેટ ગુમાવીને 259 રન બનાવ્યા હતા. જવાબમાં પાકિસ્તાને 47 ઓવરમાં બે વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. અઝાન ઔવેસે 105 રનની અણનમ ઇનિંગ રમી હતી અને કેપ્ટન સાદ બેગે 68 રનની અણનમ ઇનિંગ રમી હતી. શમાઈલ હુસૈન આઠ રન બનાવીને આઉટ થયા હતા અને શાઝેબ ખાન 63 રન બનાવીને આઉટ થયા હતા.
આ પહેલા ભારત માટે ત્રણ બેટ્સમેનોએ અડધી સદીની ઇનિંગ્સ રમી હતી. આદર્શ સિંહે સૌથી વધુ 62 રન બનાવ્યા હતા. ઉદય સહારને 60 રન અને સચિન દાસે 58 રનનું યોગદાન આપ્યું હતું. અર્શિન કુલકર્ણી 24 રન બનાવીને આઉટ થયો હતો અને રૂૂદ્ર પટેલ એક રન બનાવીને આઉટ થયો હતો. પાકિસ્તાનના કેપ્ટન સાદ બેગે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પાકિસ્તાન તરફથી મોહમ્મદ જીશાને ચાર વિકેટ લીધી હતી. આમિર હસન અને ઉબેદ શાહે બે-બે વિકેટ લીધી હતી. અરાફાત મિન્હાસે એક વિકેટ લીધી હતી.
પ્રથમ બેટિંગ કરીને ભારત તરફથી આદર્શ સિંહે 62 રન, અર્શિન કુલકર્ણીએ 24 રન, ગુજરાતના રુદ્ર પટેલે 1 રન, ઉદયે 60 રન, મુસીર ખાને 2 રન, અરાવેલીએ 11 રન, સચિન દાસે 58 રન, મુરુગન અભિષેકે 4 રન, ગુજરાતના રાજ લીંમાણીએ 7 રન, સૌમ્ય પાંડેએ 8 રન અને નમન તિવારીએ 2 રન બનાવ્યા હતા. પ્રથમ ઈનિંગમાં કુલ 4 સિક્સર અને 19 ચોગ્ગા જોવા મળ્યા હતા. બીજી ઈનિંગમાં માત્ર મુરુગન અભિષેકે 9 ઓવરમાં 55 રન આપીને 2 વિકેટ લીધી હતી. ગુજરાતી પ્લેયર રાજ લીંબાણીએ 10 ઓવરમાં 44 રન આપ્યા હતા. આ સિવાયના તમામ બોલર્સ એક પણ વિકેટ મેળવી શક્યા ના હતા. પાકિસ્તાને પ્રથમ ઈનિંગમાં મોહમ્મદ ઝીનાએ 10 ઓવરમાં 46 રન આપીને 4 વિકેટ લીધી હતી. તેણે 1 મેડન ઓવર કરી હતી. અમીર હસીને 56 રન આપીને 2 વિકેટ, ઉબાઈડ શાહે 49 રન આપીને 2 વિકેટ અને અરફાતે 40 રન આપીને 1 વિકેટ લીધી હતી. બીજી ઈનિંગમાં માત્ર 2 વિકેટ ગુમાવીને પાકિસ્તાનની ટીમે 260 રનનો ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. શામ્યલ હુસીને 8 રન, શાહઝીબ ખાને 63 રન અને અઝાને 105 રન અને શાદે 88 રન બનાવ્યા હતા.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement