ઓસ્ટ્રેલિયાને ઝટકો, ચેમ્પિયન ટ્રોફી પહેલાં માર્કસ સ્ટોઈનીસની નિવૃત્તિ
19મીથી શરૂ થશે ચેમ્પિયન્સ ટ્રોફી
ઓસ્ટ્રેલિયાના સ્ટાર ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઇનિસે ODI ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. ફેબ્રુઆરી-માર્ચમાં રમાનારી ઓસ્ટ્રેલિયાની 2025 ચેમ્પિયન્સ ટ્રોફી ટીમમાં સ્ટોઇનિસનો સમાવેશ કરવામાં આવ્યો હતો, પરંતુ તેણે ટૂર્નામેન્ટ શરૂૂ થાય તે પહેલાં જ આ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. સ્ટોઇનિસ હાલમાં SA20માં ડર્બન સુપર જાયન્ટ્સ માટે રમી રહ્યો છે.
હવે સ્ટોઈનિસની નિવૃત્તિ પછી તેને ઓસ્ટ્રેલિયાની ચેમ્પિયન્સ ટ્રોફી સ્ક્વોડમાં રિપ્સેલ કરવામાં આવશે. બધી ટીમો 12 ફેબ્રુઆરી સુધી ચેમ્પિયન્સ ટ્રોફી ટીમમાં ફેરફાર કરી શકે છે. આ ટૂર્નામેન્ટ 19 ફેબ્રુઆરીથી શરૂૂ થશે. સ્ટોઈનિસ વિશે વાત કરીએ તો, તે 2023 માં ભારતીય ધરતી પર રમાયેલા ODI વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયાની વિજેતા ટીમનો ભાગ હતો. ઓસ્ટ્રેલિયા માટે વ્હાઇટ-બોલ ક્રિકેટ રમનારો સ્ટોઇનિસ ટી20 ક્રિકેટ રમવાનું ચાલુ રાખશે. પોતાની ODI નિવૃત્તિ વિશે બોલતા, સ્ટોઇનિસને ભશિભસયિ.ંભજ્ઞળ.ફી દ્વારા કહેવામાં આવ્યું હતું કે, ઓસ્ટ્રેલિયા માટે ODI ક્રિકેટ રમવાની આ એક અદભૂત સફર રહી છે અને હું લીલા અને સુવર્ણ વાતાવરણમાં વિતાવેલી દરેક ક્ષણ માટે આભારી છું.