ભારત વિરૂધ્ધ વન ડે અને T-20 માટે ઓસ્ટ્રેલિયન ટીમ જાહેર, મિશેલ માર્શ કેપ્ટન
ભારત સામેની ODI અને T-20 સિરીઝ માટે ઓસ્ટ્રેલિયાની ટીમની જાહેરાત કરવામાં આવી છે. મિશેલ સ્ટાર્ક ODI ટીમમાં પાછો ફર્યો છે, જ્યારે અનકેપ્ડ ખેલાડી મેથ્યુ રેનશોને આ મહિનાના અંતમાં ભારત સામેની મેચો માટે ઓસ્ટ્રેલિયાની ODI ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. મિશેલ માર્શ ODI અને T-20 આંતરરાષ્ટ્રીય મેચોમાં ટીમનું નેતૃત્વ કરશે. પેટ કમિન્સ ઈજાને કારણે સિરીઝમાં ભાગ લેશે નહીં, અને ગ્લેન મેક્સવેલને પણ ODI અને T-20 ટીમમાં પસંદ કરવામાં આવ્યો નથી.
ODI ટીમમાં મિશેલ માર્શ (કેપ્ટન), ઝેવિયર બાર્ટલેટ, એલેક્સ કેરી, કૂપર કોનોલી, બેન દ્વારશુઇસ, નાથન એલિસ, કેમેરોન ગ્રીન, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, જોશ ઇંગ્લિસ, મિશેલ ઓવેન, મેથ્યુ રેનશો, મેથ્યુ શોર્ટ, મિશેલ સ્ટાર્ક, એડમ ઝામ્પા T20I ટીમ (પ્રથમ બે મેચ): મિશેલ માર્શ (કેપ્ટન), સીન એબોટ, ઝેવિયર બાર્ટલેટ, ટિમ ડેવિડ, બેન દ્વારશુઇસ, નાથન એલિસ, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, જોશ ઇંગ્લિસ, મેથ્યુ કુહનેમેન, મિશેલ ઓવેન, મેથ્યુ શોર્ટ, માર્કસ સ્ટોઇનિસ, એડમ ઝામ્પા
T20 સિરીઝનું સંપૂર્ણ શિડ્યૂલ
ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા પ્રથમ T20 29 ઓક્ટોબર, કેનબેરા
ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા બીજી T20 31 ઓક્ટોબર, મેલબોર્ન
ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા ત્રીજી T20 2 નવેમ્બર, હોબાર્ટ
ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા ચોથી T20 6 નવેમ્બર, ગોલ્ડ કોસ્ટ
ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા 5મી T20આઈ 8 નવેમ્બર, બ્રિસ્બેન
ઑસ્ટ્રેલિયા સામેની ODI સિરીઝનું સંપૂર્ણ શેડ્યૂલ
પ્રથમ ODI: 19 ઓક્ટોબર, પર્થ
બીજી ODI: 23 ઓક્ટોબર, એડિલેડ
ત્રીજી ODI: 25 ઓક્ટોબર, સિડની