For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

આફ્રિકાને 276 રનથી હરાવીને ઓસ્ટ્રેલિયાએ ઇતિહાસ રચ્યો

11:01 AM Aug 25, 2025 IST | Bhumika
આફ્રિકાને 276 રનથી હરાવીને ઓસ્ટ્રેલિયાએ ઇતિહાસ રચ્યો

ઓસ્ટ્રેલિયાએ ત્રીજી ODIમાં દક્ષિણ આફ્રિકાને ગ્રેટ બેરિયર રીફ એરેના સ્ટેડિયમમાં હરાવીને બીજી સૌથી મોટી જીત હાંસલ કરી છે. કાંગારૂૂ ટીમે ટ્રેવિસ હેડ, મિશેલ માર્શ અને કેમેરોન ગ્રીનની સદીની મદદથી 431 રનનો વિશાળ સ્કોર કર્યો હતો. તેના જવાબમાં, દક્ષિણ આફ્રિકાની ટીમ ફક્ત 155 રનમાં સમેટાઈ ગઈ હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વર્ષ 2025 માં ODI માં આ કોઈપણ ટીમની સૌથી મોટી જીત છે.

Advertisement

ભારતે ODI ક્રિકેટ ઇતિહાસમાં સૌથી મોટી જીતનો રેકોર્ડ બનાવ્યો છે. ભારતે વર્ષ 2023 માં શ્રીલંકાને 317 રનના માર્જિનથી હરાવ્યું હતું. હવે ઓસ્ટ્રેલિયાએ વર્ષ 2025 માં 276 રનના માર્જિનથી આફ્રિકાને હરાવીને સૌથી મોટી જીત નોંધાવી છે. અગાઉ, વર્ષ 2025 માં સૌથી મોટી જીતનો રેકોર્ડ ઇંગ્લેન્ડના નામે હતો, જેણે મે મહિનામાં વેસ્ટ ઇન્ડીઝને 238 રનથી હરાવ્યું હતું.

ઓસ્ટ્રેલિયા માટે ચાર બેટ્સમેનોમાંથી ત્રણે સદી ફટકારી અને એકે અડધી સદી ફટકારી હતી. ટ્રેવિસ હેડ અને મિશેલ માર્શ વચ્ચે પ્રથમ વિકેટ માટે 250 રનની ભાગીદારી થઈ હતી. હેડે 142 રન બનાવ્યા અને કેપ્ટન માર્શે 100 રન બનાવ્યા. નંબર-3 પર બેટિંગ કરવા આવેલ કેમેરોન ગ્રીન 55 બોલમાં તોફાની 118 રન બનાવીને અણનમ રહ્યો અને એલેક્સ કેરીએ પણ 37 બોલમાં અણનમ 50 રન બનાવ્યા.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement