આવતીકાલથી એશિયા કપનો અબુધાબીમાં પ્રારંભ
પ્રથમ વખત એશિયા કપમાં 8 ટીમો ભાગ લઈ રહી છે જેમાં પ્રથમ મુકાબલો અફઘાનિસ્તાન અને હોંગકોંગ વચ્ચે થશે
ભારતનો પ્રથમ મુકાબલો 10મી સપ્ટેમ્બરે UAE સામે થશે જ્યારે પાકિસ્તાન સામે 14 સપ્ટેમ્બરે ટકરાશે
ભારત-પાકિસ્તાનના પોલીટીકલ ઈસ્યુની વચ્ચે આવતીકાલથી અબુધાબી ખાતે એશિયા કપનો પ્રારંભ થઈ રહ્યો છે. એશિયા કપના ઈતિહાસમાં પ્રથમ વખત 8 ટીમો ભાગ લઈ રહી છે. આવતીકાલથી શરૂ થતાં એશિયા કપનો પ્રથમ મેચ અફઘાનિસ્તાન અને હોંગકોંગ વચ્ચે અબુધાબીમાં રમાશે. મેચ રાત્રીનાં 8 વાગ્યાથી શરૂ થશે. આમ તો આ મેચમાં પણ અફઘાનિસ્તાનની ટીમ હોટ ફીવરીટ માનવામાં આવી છે. પરંતુ હોંગકોંગની ટીમે પણ છેલ્લા ત્રણ ચાર વર્ષથી ખુબ સારૂ ક્રિકેટ રમી છે અને કેટલાક આશ્ર્ચર્યજનક પરિણામ પણ આપ્યા છે. આ મેચમાં પણ સૌનું ધ્યાન રશીદ ખાન પર રહેશે જેની બોલીંગે અનેક કિર્તીમાન સર કર્યા છે, જો કે UAE પાસે પણ કેટલાક ચુનંદા ખેલાડીઓ છે જેના સથવારે વચ્ચે મેચને વધુ રસપ્રદ બનાવી શકે છે.
જ્યાં સુધી ભારતીય ટીમનો સવાલ છે ત્યાં સુધી ભારતનો પ્રથમ મેચ 10 સપ્ટેમ્બરે UAE સાથે થશે. ભારતીય ટીમ હોટ ફેવરીટ તો છે જ પરતુ UAE ની ટીમ પણ આશ્ર્ચર્ય સર્જી શકે છે. છેલ્લા ઘણા મેચમાં ઞઅઊની ટીમ શાનદાર ક્રિકેટ રમ્યું છે. આ મેચ પણ વન સાઈડેડ બની રહેશે તેવું માનવું વધુ પડતું છે. જો કે એશિયા કપનો સૌથી મહત્વનો મેચ દુભઈ ખાતે રમાશે જેમાં બે દુશ્મન દેશ ભારત-પાકિસ્તાન વચ્ચે મુકાબલો થશે. આ મેચની તમામ ટીકીટો અત્યારથી વેંચાઈ ગઈ છે.
ભારત-પાકિસ્તાન વચ્ચે રાજકીય અણબનાવો અને પહેલગામની ઘટના બાદ ભારતે રમવાનો ઈન્કાર કરી દીધો હતો. જો કે આ મેચમાં ભારત સરકારે આ મેચને લઈને મંજુરી આપી છે. જેના પગલે ભારત-પાકિસ્તાન આમને સામને ટકરાશે.
સ્પોન્સરની જર્સી વગર ટીમ ઇન્ડિયા એશિયા કપમાં ઉતરશે
એશિયા કપ 2025માં ટીમ ઈન્ડિયાની જર્સી કેવી હશે તે જાણવા માટે દરેકને ઉત્સુકતા હતી. આ ઉત્સુકતાનું કારણ ભારત સરકાર દ્વારા બનાવવામાં આવેલ નવો કાયદો છે, જેમાં રિયલ મની ઓનલાઈન ગેમિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ કારણે, BCCI અને ટીમ ઈન્ડિયાના જર્સી સ્પોન્સર ડ્રીમ 11 વચ્ચેનો કરાર તૂટી ગયો.ત્યારથી બધાની નજર એ વાત પર હતી કે એશિયા કપમાં ટીમ ઈન્ડિયાની જર્સી પર સ્પોન્સરનું નામ હશે કે નહીં. હવે આ પ્રશ્નનો જવાબ પણ મળી ગયો છે, કારણ કે ટીમ ઈન્ડિયાની જર્સીની પહેલી ઝલક સામે આવી છે.ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર શિવમ દુબેએ એશિયા કપ માટેના ઓફિશિયલ ફોટોશૂટના કેટલાક ફોટા ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યા છે, જેમાં તે T20 જર્સી પહેરેલો જોવા મળી રહ્યો છે. આ જર્સી એ જ છે જે ટીમ ઈન્ડિયાએ ગયા વર્ષે T20 વર્લ્ડ કપમાં પહેરી હતી. પરંતુ ફરક એ છે કે આ વખતે ટીમ ઈન્ડિયાની જર્સીમાં કોઈ સ્પોન્સર નથી અને મોટા અક્ષરોમાં ફક્ત INDIA લખેલું છે. જર્સીમાં ડાબી બાજુ BCCIનો લોગો અને જમણી બાજુ એશિયા કપ 2025નો લોગો છે. જ્યારે કિટ બનાવતી કંપની Adidasનો લોગો સ્લીવ પર છે. આ લગભગ 23 વર્ષ પછી થઈ રહ્યું છે, જ્યારે ટીમ ઈન્ડિયા કોઈ જર્સી સ્પોન્સર વિના ટુર્નામેન્ટમાં પ્રવેશી છે. અગાઉ 2002માં ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ એક વિવાદને કારણે ભારતીય ટીમ કોઈ સ્પોન્સર વિના ટુર્નામેન્ટમાં રમી હતી. ક્રિકેટ બોર્ડ દ્વારા નવા સ્પોન્સર માટે અરજી મંગાવવામાં આવી છે. જેની અંતિમ તારીખ 12 સપ્ટેમ્બર છે બીડ માટે જરૂૂરી દસ્તાવેજો સબમીટ કરવાની અંતિમ તારીખ 16 સપ્ટેમ્બર રાખવામાં આવી છે. આ દર્શાવે છે કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ ગોળ વખતે કોઈ ઉતાવળ કર્યા વગર યોગ્ય નિર્ણય લેવા માંગે છે