અર્શદીપનો રેકોર્ડ, T-20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પ્રથમ T20 મેચમાં અર્શદીપ સિંહે એક ખાસ સિદ્ધિ મેળવી છે. અર્શદીપે આ મામલે યુઝવેન્દ્ર ચહલને પાછળ છોડી દીધો છે. અર્શદીપે ઈંગ્લેન્ડ સામે પ્રથમ બે વિકેટ લઈને ઈતિહાસ રચ્યો હતો. અર્શદીપ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનારો ભારતીય બોલર બની ગયો છે.અર્શદીપે ભારત માટે અત્યાર સુધીમાં 97 વિકેટ લીધી છે.તેણે 61 T20 મેચમાં આ સિદ્ધિ મેળવી છે. તેના પહેલા આ રેકોર્ડ યુઝવેન્દ્ર ચહલના નામે હતો. ચહલે 80 મેચમાં 96 વિકેટ લીધી હતી.
અર્શદીપ સિંહે હવે ભારત માટે T20 ક્રિકેટમાં સૌથી વધુ વિકેટો લીધી છે. તેના નામે 97 વિકેટ છે. જ્યારે યુઝવેન્દ્ર ચહલે 96 વિકેટ લીધી છે. જ્યારે ભુવનેશ્વર કુમારે 90 વિકેટ લીધી છે. આ યાદીમાં જસપ્રીત બુમરાહ પણ સામેલ છે. બુમરાહના નામે 89 વિકેટ છે. આ સિવાય હાર્દિક પંડ્યાએ પણ 89 રન બનાવ્યા હતા. પચીસ વર્ષના અર્શદીપે 8.32ના ઇકોનોમી રેટથી બોલિંગ કરી છે. તેણે બે વખત ચાર વિકેટ લેવાની સિદ્ધિ મેળવી છે. T20 આંતરરાષ્ટ્રીયમાં તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન નવ રનમાં ચાર વિકેટ છે.