રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

વર્લ્ડ કપમાં તરખાટ મચાવનાર બોલર મોહમ્મદ શમીને અર્જુન એવોર્ડ અપાશે

12:52 PM Dec 21, 2023 IST | Sejal barot
Advertisement

વર્લ્ડ કપમાં બોલથી તખરાટ મચાવનારા ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને શાનદાર પ્રદર્શનનું ઈનામ મળ્યુ છે. બહુ જલ્દી તેને અર્જુન એવોર્ડથી નવાજવામાં આવશે. યુવા અને રમત મંત્રાલયે રાષ્ટ્રીય રમત પુરસ્કારોની જાહેરાત કરી છે. આ લિસ્ટમાં દિગ્ગજ ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમીનું નામ પણ સામેલ છે. મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ અને અર્જુન એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. આ તમામ ખેલાડીઓને રાષ્ટ્રપતિના હસ્તે 9 જાન્યુઆરીએ એવોર્ડ આપવામાં આવશે. અર્જુન એવોર્ડ ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને આપવામાં આવ્યો છે. તે સિવાય આ કેટેગરીમાં બીજા ઘણા નામો છે.
મેજર ધ્યાનચંદ એવોર્ડ માત્ર બે ખેલાડીઓને આપવામાં આવશે. બંને ખેલાડીઓ બેડમિન્ટનમાંથી આવે છે. તેમાં ચિરાગ શેટ્ટી અને સાત્વિકસાઈરાજ સામેલ છે.

Advertisement

અર્જુન એવોર્ડ વિજેતા ખેલાડીઓ

મોહમ્મદ શમી (ક્રિકેટ), ઓજસ પ્રવીણ (તીરંદાજી), અદિતિ ગોપીચંદ (તીરંદાજી), શ્રીશંકર એમ (એથ્લેટિક્સ), પારુલ ચૌધરી (એથ્લેટિક્સ), મોહમ્મદ હુસામુદ્દીન (બોક્સિંગ), આર વૈશાલી (ચેસ), અનુષ અગ્રવાલા (અશ્વારોહણ), દિવ્યકિર્તન સિંહ (એકવેસ્ટરિયન), દીક્ષા ડાગર (ગોલ્ફ), કૃષ્ણ બહાદુર પાઠક (હોકી), પુખરમ્બમ સુશીલા (હોકી), પવન કુમાર (કબડ્ડી), રિતુ નેગી (કબડ્ડી), નસરીન (ખો-ખો), એમએસ પિંકી (લોન બોલ્સ), ઐશ્વર્યા પ્રતાપ સિંહ (શૂટિંગ), ઈશા સિંહ (શૂટિંગ), હરિન્દ્ર પાલ (સ્ક્વોશ), અહિકા મુખર્જી (ટેબલ ટેનિસ), સુનિલ કુમાર (કુસ્તી), કુમારી અંતિમ (કુસ્તી), રોશિબિના દેવી (વુશુ), શીતલ દેવી (પેરા તીરંદાજી), અજય રેડ્ડી (બ્લાઈન્ડ ક્રિકેટ), પ્રાચી યાદવ (બોટ)

Tags :
Arjuna Award will be givenMohammedShamiSportsto
Advertisement
Next Article
Advertisement