અર્જુન તેંડુલકર મુંબઇ ઇન્ડિયન્સમાંથી બહાર
લખનૌ સુપર જાયન્ટ્સમાં સામેલ થશે
આઇપીએલ-2026 મીની ઓક્શન પહેલા ટ્રેડ વિન્ડો હેડલાઈન્સમાં છે. આ નિયમ હેઠળ ટીમો ખેલાડીઓની આપ-લે કરે છે. ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રવિન્દ્ર જાડેજા-સેમ કરન અને સંજુ સેમસનની ટ્રેડ ડીલ લગભગ નક્કી થઈ ગઈ છે. આ દરમિયાન, સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકર સહિત બે અન્ય ટીમો વચ્ચે ટ્રેડ ડીલ અંગે ચર્ચાઓ તીવ્ર બની છે. જો કે, આ ડીલમાં ખેલાડીઓની આપ-લે કેશ ડીલથી થશે.
એક અહેવાલ મુજબ, લખનૌ સુપર જાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે ટ્રેડ વિન્ડો દરમિયાન એક રસપ્રદ ડીલ થઈ રહ્યો હોય તેવું લાગે છે. અનુભવી ભારતીય ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુરને એલએસજીમાંથી મુક્ત કરીને મુંબઈ ઈન્ડિયન્સમાં ટ્રાન્સફર કરવાની યોજના છે. દરમિયાન, મુંબઈના યુવા ઓલરાઉન્ડર અર્જુન તેંડુલકરને લખનૌ મોકલી શકાય છે. જોકે, આ સીધો ટ્રેડ નહીં, પરંતુ બંને ફ્રેન્ચાઈઝી વચ્ચે એક અલગ કેશ ડીલ હશે.