ઓલ રાઉન્ડર હાર્દિક પંડ્યા ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરશે
2018માં પીઠની ઇજા બાદ ટેસ્ટથી દૂર રહે છે
ટીમ ઈન્ડિયાનો દિગ્ગજ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા જે હાલમાં ટીમનો સૌથી મોટો મેચ વિનર છે. ટીમ ઈન્ડિયાને બેટ અને બોલ બંનેથી મેચ જીતાડવામાં સક્ષમ છે. તેના અંગે મીડિયામાં એવા અહેવાલો પણ આવી રહ્યા છે કે હાર્દિક પંડ્યા ટૂંક સમયમાં ક્રિકેટના આ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરશે અને તે પછી માનવામાં આવી રહ્યું છે કે હાર્દિક પંડ્યા ક્યારેય ટીમ ઈન્ડિયા માટે ક્રિકેટ રમતા જોવા મળશે નહીં.
ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ 2017માં શ્રીલંકા પ્રવાસ પર ટેસ્ટ ક્રિકેટમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. લગભગ એક વર્ષમાં ટીમ ઈન્ડિયા માટે 11 ટેસ્ટ મેચ રમ્યા બાદ, હાર્દિક પંડ્યાએ 2018થી ભારતીય ટીમ માટે ટેસ્ટ ક્રિકેટમાં કોઈ મેચ રમી નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે હાર્દિક પંડ્યા હવે ઔપચારિક રીતે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરશે.
જ્યારે હાર્દિક પંડ્યાએ વર્ષ 2017 દરમિયાન ટીમ ઈન્ડિયા માટે ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું, ત્યાર બાદ તે સતત 1 વર્ષ સુધી ત્રણેય ફોર્મેટમાં ટીમ ઈન્ડિયા માટે રમ્યો. જેના કારણે હાર્દિક પંડ્યાને 2018 એશિયા કપ દરમિયાન પીઠની ઈજાનો ભોગ બનવું પડ્યું હતું. જેના કારણે હાર્દિક પંડ્યાએ પોતાની જાતને ટેસ્ટ ક્રિકેટથી દૂર કરી દીધી અને સફેદ બોલના ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાનું પ્રતિનિધિત્વ કરવાનું ચાલુ રાખ્યું. હાર્દિક પંડ્યાએ ટી20 વર્લ્ડ કપ 2024 સાથે ટીમ ઈન્ડિયાના ટી20 ફોર્મેટમાં પુનરાગમન કર્યું છે, પરંતુ હાર્દિક પંડ્યા શ્રીલંકા પ્રવાસ પર યોજાયેલી ઓડીઆઇ શ્રેણીમાં ટીમ ઈન્ડિયાનો ભાગ નહોતો.