For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

11 બોલમાં 50 રન ફટકારી આકાશ ચૌધરીનો વર્લ્ડ રેકોર્ડ

10:39 AM Nov 10, 2025 IST | admin
11 બોલમાં 50 રન ફટકારી આકાશ ચૌધરીનો વર્લ્ડ રેકોર્ડ

8 બોલમાં 8 છગ્ગા ફટકારનાર આકાશને IPL હરાજીમાં કરોડોની લોટરી લાગી શકે

Advertisement

રણજી ટ્રોફી 2025-26 રમાઈ રહી છે. જ્યાં ઓલરાઉન્ડર આકાશ ચૌધરીએ મેઘાલય અને અરુણાચલ પ્રદેશ વચ્ચે રમાઈ રહેલી મેચમાં ઇતિહાસ રચ્યો છે. ચૌધરીએ 8 બોલમાં ગગનચુંબી છગ્ગા ફટકારીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો. આકાશ ચૌધરીની આ ઇનિંગ બાદ સોશિયલ મીડિયા પર તેની ખૂબ ચર્ચા થઈ રહી છે. જ્યાં એવું કહેવામાં આવી રહ્યું છે કે આઇપીએલ 2026ના મીની ઓક્શનમાં ચૌધરી પર પૈસાનો વરસાદ થઈ શકે છે.

મેઘાલયના સ્ટાર બેટ્સમેન રાહુલ દલાલ 102 બોલમાં 144 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો ત્યારબાદ આકાશ કુમાર ચૌધરી મેદાનમાં આવ્યો. તેણે પહેલો બોલ ડોટ તરીકે રમ્યો અને પછીના બે બોલ પર સિંગલ્સ લીધા. ત્યારબાદ, તેણે બોલિંગ કરવા આવેલા લિમાર ડાબીને 1 ઓવરમાં 6 છગ્ગા ફટકાર્યા. તે પછી પણ તે અટક્યો નહીં અને આગામી બે બોલ પર છગ્ગા ફટકાર્યા. જેના કારણે તેણે માત્ર 11 બોલમાં 50 રન પૂરા કર્યા. આ પહેલા ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ફક્ત રવિ શાસ્ત્રી અને સર ગેરી સોબર્સે છ બોલમાં છ છગ્ગા ફટકાર્યા હતા. આ પહેલા સૌથી ઓછા બોલમાં ફિફ્ટી ફટકારવાનો રેકોર્ડ લેસ્ટરના વિન નાઈટના નામે હતો. તેણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 12 બોલમાં ફિફ્ટી ફટકારી હતી.

Advertisement

ઘરેલું ક્રિકેટમાં મેઘાલય તરફથી રમનાર આકાશ ચૌધરીએ 30 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 503 રન બનાવ્યા હતા. જેમાં 2 અડધી સદીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેણે 87 વિકેટ પણ લીધી. 25 વર્ષીય આકાશે લિસ્ટ એ ક્રિકેટમાં 28 મેચ રમી છે. જ્યાં તેણે બેટથી ફક્ત 203 રન બનાવ્યા છે. તેણે 37 વિકેટ લઈને બોલમાં હલચલ મચાવી દીધી છે. 30 ટી20 મેચોમાં આકાશે બેટથી 107 રન બનાવ્યા છે અને બોલથી 28 વિકેટ લીધી છે. આ સમયગાળા દરમિયાન તેમનો ઇકોનોમી રેટ 7.94 રહી છે. આકાશે તાજેતરના સમયમાં તેની બેટિંગ પર ઘણું કામ કર્યું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement