For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વર્લ્ડ કપ બાદ ભારત- પાકિસ્તાન વચ્ચે 24મીએ ખેલાશે ફરી જંગ

01:25 PM Dec 06, 2023 IST | Sejal barot
વર્લ્ડ કપ બાદ ભારત  પાકિસ્તાન વચ્ચે 24મીએ ખેલાશે ફરી જંગ

ક્રિકેટમાં ભારત અને પાકિસ્તાનથી મોટી મેચ ભાગ્યે જ કોઈ હોઈ શકે. આખી દુનિયાની નજર આ મેચ પર છે. આ મેચને લઈને સૌ કોઈ ઉત્સુક છે. તાજેતરમાં, આ બંને ટીમો ઓડીઆઇ વર્લ્ડ કપ-2023માં ટકરાયા હતા જેમાં ભારતનો વિજય થયો હતો. હવે ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો થવા જઈ રહ્યો છે. આ મેચ અમેરિકામાં રમાશે.
આગામી 24મી ડિસેમ્બરે ભારત અને પાકિસ્તાનની ટીમો ટકરાશે. આ મેચ અમેરિકામાં યોજાશે અને હ્યુસ્ટનનું મોસેસ ક્રિકેટ સ્ટેડિયમ આ મેચનું આયોજન કરશે.
અમેરિકાએ અમેરિકા પ્રીમિયર લીગની શરૂૂઆત કરી છે. આ લીગમાં કુલ સાત ટીમો છે. આ લીગમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 24મી ડિસેમ્બરે મેચ રમાશે. જો કે, આ બંને ટીમો આંતરરાષ્ટ્રીય ટીમો નથી પરંતુ ભારત અને પાકિસ્તાનના નામવાળી ટીમો છે જેમાં બંને દેશો તરફથી રમી ચૂકેલા કેટલાક ખેલાડીઓ રમશે.
બંને ટીમોમાં ઓછામાં ઓછા એક અને વધુમાં વધુ બે એવા ખેલાડીઓ હોવા જોઈએ જેઓ તેમના દેશની ટીમોનું પ્રતિનિધિત્વ કરે છે. એસ શ્રીસંત અને સ્ટુઅર્ટ બિન્ની ઈન્ડિયન પ્રીમિયમ તરફથી રમશે. શ્રીસંત 2007 ઝ20 વર્લ્ડ કપની ફાઇનલમાં પાકિસ્તાનને હરાવીને ટાઈટલ જીતનાર ભારતીય ટીમનો ભાગ હતો. પ્રીમિયમ પાકિસ્તાન ટીમમાં સોહેલ તનવીર, ઉસ્માન કાદિર અને ફવાદ આલમ જેવા ખેલાડીઓ હશે. આ સિવાય બાકીના ખેલાડીઓ અમેરિકાના હશે.
નિયમો અનુસાર, પ્લેઈંગ-11માં 6થી વધુ આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ ન હોઈ શકે. પ્રીમિયમ ઈન્ડિયન્સ અને પ્રીમિયમ પાકિસ્તાન ઉપરાંત, આ લીગમાં પ્રીમિયમ અફઘાન, પ્રીમિયમ અમેરિકન, પ્રીમિયમ ઓસીઝ, પ્રીમિયમ કેનેડિયન અને પ્રીમિયમ વેસ્ટ ઈન્ડિઝ નામની ટીમો હશે. આવા ઘણા ખેલાડીઓ આ લીગમાં રમશે જેમણે આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની પ્રતિભા બતાવી છે. શ્રીસંત અને તનવીર બંને 2007 ટી20 વર્લ્ડ કપની ફાઈનલ રમ્યા હતા.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement