ચેમ્પિયન ટ્રોફીમાં પરાજય બાદ પાક. ટીમમાં ભૂકંપ, બાબર-રિઝવાન બહાર
આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થયેલી પાકિસ્તાની ટીમમાં મોટા ફેરફારો સામે આવ્યા છે. પાકિસ્તાને ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ODI અને T20 ટીમની જાહેરાત કરી છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે સત્તાવાર રીતે સલમાન આગાને T20 આંતરરાષ્ટ્રીયમાં પાકિસ્તાનના નવા કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા છે. જ્યારે બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાનને પાકિસ્તાનની ટી20 ટીમમાંથી બહાર કરવામાં આવ્યા છે.
T20 ટીમ ઉપરાંત પાકિસ્તાને ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર રમાનારી ODI સીરીઝ માટે પણ ટીમની પસંદગી કરી. ODI ટીમની કમાન મોહમ્મદ રિઝવાનના હાથમાં છે. વળી, આ ફોર્મેટમાં બાબર આઝમનું ટીમમાં સ્થાન પણ નિશ્ચિત છે. બાબર અને રિઝવાન ઉપરાંત ઇમામ ઉલ હક, અબ્દુલ્લા શફીક જેવા ખેલાડીઓને પણ ODI ટીમમાં સ્થાન મળ્યું છે. પાકિસ્તાને ODI માટે 15 ખેલાડીઓની પસંદગી કરી છે. સલમાન આગાને પાકિસ્તાનની ટી20 ટીમનો ઉપ-કપ્તાન બનાવવામાં આવ્યો છે.
પાકિસ્તાનની T20 ટીમની વાત કરીએ તો સલમાન અલી આગાનું નામ કેપ્ટનશીપની રેસમાં પહેલાથી જ આગળ હતું. હવે તેમનું નામ ફાઇનલ થઈ ગયું છે. સલમાન અલી આગાની સાથે શાદાબ ખાન ટીમના ઉપ-કેપ્ટન રહેશે.
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે પસંદ કરાયેલી પાકિસ્તાનની ODI અને T20 ટીમમાંથી શાહીન શાહ આફ્રિદી વિશે પણ અપડેટ છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે શાહીનને T20 ટીમની બોલિંગ લાઇન-અપમાં સ્થાન આપ્યું છે. તેને ODI ટીમમાંથી બહાર રાખવામાં આવ્યો છે. શાહીનની જેમ હરિસ રૌફ પણ ODI ટીમની બહાર છે. શાહીન ઉપરાંત, નસીમ શાહ ODI ટીમનો ભાગ છે પરંતુ પાકિસ્તાનની T20 ટીમની બોલિંગ લાઇન-અપમાંથી બહાર છે.