રણજી ટ્રોફીમાં નિષ્ફળ ગયા બાદ હવે રોહિત શર્મા વ્હાઇટ બોલમાં ધ્યાન આપશે
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા માટે છેલ્લું એક વર્ષ રેડ બોલ ક્રિકેટમાં ખૂબ ખરાબ રહ્યું છે. તે સતત રન બનવા પ્રયત્ન કરી રહ્યો છે. બીજી બાજુ ઓસ્ટ્રેલિયાના નિરાશાજનક પ્રવાસ બાદ BCCI એ કડક વલણ અપનાવ્યું છે અને જો કોઈપણ ખેલાડી ફિટ હોય તો ઘરેલુ ક્રિકેટ રમવાનું ફરજિયાત બનાવ્યું છે.
એવામાં રોહિત શર્માએ પણ રણજી ટ્રોફીમાં ભાગ લેવાનો નિર્ણય લીધો.તે 10 વર્ષ પછી આ ટુર્નામેન્ટમાં પ્રવેશ્યો. પણ તે સંપૂર્ણ ફ્લોપ રહ્યો. એવામાં હવે તેને બીજો મોટો નિર્ણય લીધો છે. રોહિત શર્માએ જમ્મુ અને કાશ્મીર વિરુદ્ધ રણજી ટ્રોફી મેચ રમી હતી. આ મેચ દ્વારા તેનો ઉદ્દેશ્ય ટેસ્ટમાં પોતાની ખોવાયેલી ફોર્મ પછી મેળવવાનો હતો. પરંતુ બંને ઇનિંગ્સમાં ફ્લોપ રહ્યો. આ મેચની પહેલી ઇનિંગમાં તે માત્ર 3 રન અને બીજી ઇનિંગમાં 28 રન બનાવી શક્યો. રોહિતે હવે ઇંગ્લેન્ડ સામેની ODI સીરિઝ અને પછી ચેમ્પિયન્સ ટ્રોફીને ધ્યાનમાં રાખીને ફરીથી વ્હાઇટ બોલના ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો નિર્ણય લીધો છે.
રોહિત શર્મા રણજી ટ્રોફી 2024-25 ના આગામી રાઉન્ડમાં નહીં રમે. મુંબઈની ટીમનો આગામી મુકાબલો 30 જાન્યુઆરીએ મેઘાલય સામે છે. મીડિયા રિપોર્ટ અનુસાર, રોહિતે ઈંગ્લેન્ડ વિરુદ્ધ વન ડે સીરિઝ અને આ બાદ ચેમ્પિયન્સ ટ્રોફીની તૈયારીના કારણે રણજી ટ્રોફીમાં આગળ નહીં રમી શકે. તેને આ બાબતે નિર્ણય મુંબઈ ટીમ મેનેજમેન્ટને માહિતી આપી છે. બીજી બાજુ જયસ્વાલ પણ મુંબઈની આગામી રણજી ટ્રોફી મેચમાં નહીં જોવા મળે. તટે પણ ઈંગ્લેન્ડ સીરિઝ અને ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમનો ભાગ છે.