ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

એશિયા કપના પ્રથમ મેચમાં અફઘાનિસ્તાનનો આસાન વિજય

10:50 AM Sep 10, 2025 IST | Bhumika
Advertisement

189 રનના લક્ષ્યાંક સામે હોંગકોંગની ટીમ 94 રનમાં સમેટાઇ

Advertisement

અફઘાનિસ્તાને અહીં એશિયા કપની પ્રારંભિક મેચમાં હોંગ કોંગને 94 રનથી હરાવીને વિજયી આરંભ કર્યો હતો. હોંગ કોંગની ટીમ 189 રનના લક્ષ્યાંક સામે 9 વિકેટે માત્ર 94 રનના સ્કોર કરી શકી હતી.

અફઘાનિસ્તાને બેટિંગ પસંદ કર્યા પછી નબળી શરૂૂઆત બાદ ફટકાબાજી કરીને છ વિકેટે 188 રન કર્યા હતા. અફઘાનિસ્તાને 26 રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ ઓપનર સેદિકુલ્લા અટલે (અણનમ 73 રન, બાવન બોલ, ત્રણ સિક્સર, છ ફોર) છેક સુધી ક્રીઝમાં રહીને ટીમની આબરૂૂ સાચવી લીધી હતી. અઝમતુલ્લા ઓમરઝાઇએ પણ (53 રન, 21 બોલ, પાંચ સિક્સર, બે ફોર) ટીમને મહત્ત્વનું યોગદાન આપ્યું હતું.

અટલ અને ઓમરઝાઈ વચ્ચે પાંચમી વિકેટ માટે 35 બોલમાં 82 રનની ભાગીદારી થઈ હતી. અફઘાનિસ્તાનની છમાંથી બે વિકેટ મૂળ મુંબઈના ગુજરાતી ઑફ-સ્પિનર કિંચીત દેવાંગ શાહે (3-0-24-2) લીધી હતી. તેણે મોહમ્મદ નબી તથા ગુલબદીન નઇબને આઉટ કર્યા હતા. ઉપરાંત તેણે અફઘાનિસ્તાનના આક્રમક બેટ્સમેનોને એક તબક્કે કાબૂમાં પણ રાખ્યા હતા. 29 વર્ષનો કિંચીત શાહ મૂળ તો બેટિંગ-ઑલરાઉન્ડર છે. તે માત્ર છ રન કરીને નૂર અહમદના બોલમાં કેચઆઉટ થયો હતો. અફઘાનની બીજી બે વિકેટ ભારતીય મૂળના પેસ બોલર આયુષ શુક્લાએ મેળવી હતી અને એક-એક વિકેટ અતીક ઇકબાલ અને એહસાન ખાને લીધી હતી

Tags :
Afghanistan matchAsia CupSportssports newsworldWorld News
Advertisement
Next Article
Advertisement