અફ્ઘાનિસ્તાન પણ પાકિસ્તાનમાં ચેમ્પિયન ટ્રોફી રમવા નહીં જાય?ભારત બાદ બીજો ઝટકો લાગવાની સંભાવના
આવતા વર્ષે પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન થવાનું છે પરંતુ રિપોર્ટ્સનું માનીએ તો બીસીસીઆઇએ ટીમ ઈન્ડિયાને ત્યાં મોકલવાનો ઈન્કાર કરી દીધો છે. ટીમ ઈન્ડિયા તેમની મેચો યુએઇ અથવા શ્રીલંકામાં રમી શકે છે. આ દરમિયાન અફઘાનિસ્તાનની મેચોને પણ પાકિસ્તાનની બહાર ખસેડવાની માંગ કરવામાં આવી રહી છે.
અફઘાનિસ્તાનની મોટી સેલિબ્રિટી વજમા અય્યુબીએ સોશિયલ મીડિયા પર દાવો કર્યો છે કે અફઘાનિસ્તાનની ટીમ પાકિસ્તાનમાં સુરક્ષિત નથી અને અફઘાન ટીમે તેમની મેચો પાકિસ્તાનની બહાર અન્ય કોઈ દેશમાં રમવી જોઈએ.
વઝમા અયુબીએ અફઘાન ટીમની મેચ પાકિસ્તાનની બહાર ખસેડવાની માંગ કરી છે, કારણ કે ઈસ્લામાબાદમાં એક પ્રખ્યાત પશ્તો કવિ ગિલમાન વઝીરની હત્યા કરવામાં આવી હતી. 7 જુલાઈના રોજ, તેઓ ઈસ્લામાબાદમાં એક સભાને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે ઉશ્કેરાયેલા ટોળાએ તેમના પર હુમલો કર્યો હતો. તેમને છરો મારવામાં આવ્યો હતો અને પરિણામે તેઓ ગુરુવારે હોસ્પિટલમાં મૃત્યુ પામ્યા હતા. વજમા અય્યુબીએ આ જ હત્યાકાંડ અંગે લખ્યું કે પાકિસ્તાનમાં કોઈ સુરક્ષિત નથી. તેમણે આઇસીસીને પત્ર લખીને માંગણી કરી હતી કે અફઘાનિસ્તાનની મેચો બીજે ક્યાંક યોજવામાં આવે.