એશિયા કપમાંથી અફઘાનિસ્તાન બહાર, સુપર-4માં ભારત, પાક., લંકા, બાંગ્લાદેશ
એશિયા કપમા ગ્રૂપ બી ની અંતિમ લીગ મેચમાં એક દિલધડક મુકાબલામાં અફઘાનિસ્તાનને શ્રીલંકાએ 6 વિકેટે હરાવી દેતાં ટી-20 વર્લ્ડ કપમાં સુપર ફોરની લાઇન અપમાં અફઘાનિસ્તાન સ્પર્ધાની બહાર ફેંકાઈ ગયું હતું અને શ્રીલંકાની સાથે બાંગ્લાદેશ સુપર-ફોર રાઉન્ડમાં પહોંચી ગયું હતું. વિકેટકીપર-બેટ્સમેન કુસાલ મેન્ડિસે (74 અણનમ, 52 બજ્ઞલ , 10 ફોર) સૌથી મોટા યોગદાન સાથે શ્રીલંકાને રોમાંચક વિજય અપાવ્યો હતો.
અફઘાનિસ્તાનના બોલરોમાં મોહમ્મદ નબી સહિત ચાર બોલરને એક-એક વિકેટ મળી હતી. શ્રીલંકા છ પોઇન્ટ અને બાંગ્લાદેશ ચાર પોઇન્ટ સાથે સુપર-ફોરમાં ગયા છે શ્રીલંકાની ઇનિંગ્સ પહેલાં અફઘાનિસ્તાને બેટિંગ પસંદ કર્યા બાદ 20 ઓવરમાં આઠ વિકેટે 169 રન કર્યા હતા. 40 વર્ષનો મોહમ્મદ નબીએ 60 રન ફટકાર્યા હતા. આ ઇનિંગ્સનોતે સુપરસ્ટાર હતો. તેણે સ્પિનર વેલાલાગેની 20મી ઓવરમા લાગલગાટ પાંચ સિક્સર ફટકારી હતી.
વેલાલાગેની એ કમનસીબ ઓવરના પહેલા પાંચ બોલમાં એક નો-બોલ હતો એટલે નો-બોલના એક રનને બાદ કરતા તેણે (6, 6, 6, 1 (નો-બોલ), 6, 6) સતત પાંચ બોલમાં પાંચ છગ્ગા ફટકાર્યા હતા. તે અંતિમ બોલ પર રનઆઉટ થયો હતો. વેલાલાગેની એ ઓવરમાં કુલ 32 રન બન્યા હતા. શ્રીલંકાના નુવાન થુશારાએ સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી.
હવે સુપર ફોરની લાઇન અપમાં શ્રીલંકા,ભારત,બાંગ્લાદેશ અને પાકિસ્તાન સામેલ છે. 20 તારીખે શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે મુકાબલો થશે જ્યારે રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો જંગ જામશે.