17753 કરોડમાં RCBને ખરીદશે અદાર પૂનાવાલા
પૂનાવાલા વેક્સિન બનાવતી વિશ્ર્વની સૌથી મોટી કંપનીના માલિક છે
આઇપીએલ 2025 ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર હવે વેચાણ માટે તૈયાર છે. અહેવાલો સૂચવે છે કે બ્રિટિશ સ્પિરિટ જાયન્ટ ડિયાજિયો PLCA ફ્રેન્ચાઈઝી વેચવાનો નિર્ણય લીધો છે. પ્રશ્ન એ છે કે RCBની કિંમત કેટલી હશે, અને તેને ખરીદવામાં કોણ રસ ધરાવે છે? બંને પ્રશ્નોના જવાબો હવે બહાર આવી રહ્યા છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આરસીબીની કિંમત 17,753 કરોડ રૂૂપિયા રાખવામાં આવી છે. આ રકમ ચોંકાવનારી છે, પરંતુ તેનાથી પણ વધુ રસપ્રદ વાત એ છે કે એક જ માણસ આટલી ઊંચી કિંમતે આરસીબીને ખરીદવા તૈયાર છે. આ માણસ બીજું કોઈ નહીં પણ અદાર પૂનાવાલા છે, જેને વેક્સિન કિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે.
એક અહેવાલ મુજબ, અદાર પૂનાવાલા આરસીબીને ખરીદવામાં રસ ધરાવે છે. તેઓ એકલા હાથે આરસીબીને હસ્તગત કરવા માંગે છે. પૂનાવાલા સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઇઓ છે. જોકે, તેમણે હજુ સુધી આ બાબતે કોઈ પ્રતિક્રિયા આપી નથી. એક રિપોર્ટ અનુસાર, Diageo RCBને વેચવા માંગે છે કારણ કે તે આરસીબીને તેનો મુખ્ય વ્યવસાય માનતો નથી. Diageo Indiaના ખઉ અને સીઇઓ પ્રવિણ સોમેશ્વરે જણાવ્યું હતું કે આરસીબી એક રોમાંચક વ્યવસાય છે, પરંતુ Diageo માટે તે એક નોન-કોર વ્યવસાય છે.
અદાર પૂનાવાલા વેક્સિન બનાવતી વિશ્વની સૌથી મોટી કંપનીના માલિક છે. તેમની કંપનીએ કોવિડ-19 મહામારી દરમિયાન કોવિશિલ્ડ રસી વિકસાવી હતી. પૂનાવાલા એક પારસી પરિવારમાંથી આવે છે. તેમના પિતા, સાયરસ પૂનાવાલાએ 1966માં SIIની સ્થાપના કરતા પહેલા ઘોડાના વેપાર દ્વારા પોતાનું નસીબ કમાવ્યું હતું. અદાર ઘોડેસવાર પણ છે અને તેમના 200 એકરના ખેતરમાં ઘોડા ઉછેરે છે. ગયા વર્ષે જ્યારે તેમણે લંડનમાં ₹1,446 કરોડનું ઘર ખરીદ્યું ત્યારે તેઓ હેડલાઈન્સમાં આવ્યા હતા.