For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ટી-20 એશિયા કપમાં સૌથી વધુ રનનો અભિષેક શર્માનો રેકોર્ડ

10:51 AM Sep 27, 2025 IST | Bhumika
ટી 20 એશિયા કપમાં સૌથી વધુ રનનો અભિષેક શર્માનો રેકોર્ડ

એશિયા કપની એક જ આવૃત્તિમાં 300 રનનો આંકડો પાર કરનાર પ્રથમ બેટ્સમેન પણ બન્યા

Advertisement

શ્રીલંકા સામેની સુપર 4 મેચમાં 34 રન બનાવતા જ અભિષેક શર્માએ ટી-20 એશિયા કપની એક જ આવૃત્તિમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ તોડ્યો હતો. આ સિદ્ધિ મેળવતા તેણે પાકિસ્તાનના મોહમ્મદ રિઝવાન અને ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી જેવા દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડી દીધા.

એશિયા કપમાં અભિષેકની બેટિંગ સતત હેડલાઈન્સમાં રહી છે. તેણે વિસ્ફોટક ઈનિંગ્સ અને આક્રમક અભિગમથી બોલરોને મુશ્કેલીમાં મુક્યા છે. અભિષેકે અત્યાર સુધી ટુર્નામેન્ટમાં 282થી વધુ રન બનાવ્યા છે, જે ટી-20 એશિયા કપની એક જ આવૃત્તિમાં કોઈપણ બેટ્સમેન દ્વારા સૌથી વધુ રન છે.

Advertisement

અગાઉ, આ રેકોર્ડ મોહમ્મદ રિઝવાનના નામે હતો, જેણે 2022 ટી-20 એશિયા કપમાં 281 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ તે જ વર્ષે 276 રન સાથે શાનદાર વાપસી કરી હતી, પરંતુ અભિષેકે હવે તે બંનેને પાછળ છોડીને નવો રેકોર્ડ બનાવ્યો છે.

આ ટુર્નામેન્ટમાં 250 રન બનાવીને અભિષેક શર્મા વિરાટ કોહલી અને રોહિત શર્માના એલીટ ક્લબમાં જોડાઈ ગયો છે. તે ટી-20 ટુર્નામેન્ટમાં ભારત માટે 250 રન બનાવનાર ત્રીજો બેટ્સમેન છે. અગાઉ, રોહિતે એક ટુર્નામેન્ટમાં 250 રન અને કોહલીએ ચાર ટુર્નામેન્ટમાં 250 રન બનાવ્યા છે.

વધુમાં, અભિષેક શર્મા ટી-20 એશિયા કપના એક જ આવૃત્તિમાં 300 રનનો આંકડો પાર કરનાર પ્રથમ બેટ્સમેન પણ બન્યો છે. ટીમ ઈન્ડિયા પાસે આ ટુર્નામેન્ટમાં હજુ એક મેચ રમવાની બાકી છે. આવી સ્થિતિમાં, અભિષેક પાસે પોતાનો રેકોર્ડ વધુ મજબૂત કરવાની તક હશે

Advertisement
Tags :
Advertisement
Advertisement