For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અભિષેક શર્માનો તરખાટ, વાનખેડેમાં બનાવ્યા પાંચ મોટા રેકોર્ડ

11:35 AM Feb 03, 2025 IST | Bhumika
અભિષેક શર્માનો તરખાટ  વાનખેડેમાં બનાવ્યા પાંચ મોટા રેકોર્ડ

17 બોલમાં ફિફટી, 37 બોલમાં સદી, 54 બોલમાં 13 સિક્સ, 7 ફોર સાથે ફટકાર્યા 135 રન, t 20માં ભારતે ઇંગ્લેન્ડને 150દ રનથી હરાવ્યું

Advertisement

મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ઝ20 ઈન્ટરનેશનલ મેચમાં અભિષેક શર્માએ તેની સૌથી યાદગાર ઈનિંગ્સ રમી હતી. 24 વર્ષના અભિષેક શર્માએ ઝ20 ઈન્ટરનેશનલ કરિયરની બીજી સદી પૂરી કરી અને માત્ર 54 બોલમાં 135 રન બનાવ્યા. તેણે શરૂૂઆતથી જ તોફાની બેટિંગ કરી અને મેદાનની ચારે બાજુ ચોગ્ગા અને છગ્ગા ફટકાર્યા.

માત્ર 37 બોલમાં પોતાની સદી પૂરી કરીને તે આ ફોર્મેટમાં રોહિત શર્મા પછી ભારતનો બીજો સૌથી ઝડપી સદી ફટકારનારો ખેલાડી બન્યો. અભિષેકે આ ઇનિંગ સાથે 5 મોટા રેકોર્ડ તોડ્યા છે.

Advertisement

t 20 સિરીઝની છેલ્લી મેચમાં અભિષેક શર્માએ ઈંગ્લેન્ડના બોલરોને રાહતનો શ્વાસ લેવાની તક આપી ન હતી. ઇનિંગ્સની શરૂૂઆતથી જ આક્રમક રીતે રમતા તેણે પહેલા 17 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી અને પછી 37 બોલમાં સદી પણ ફટકારી. ઓપનિંગ કરવા આવેલા આ યુવા બેટ્સમેને 18મી ઓવર સુધી બેટિંગ કરી અને આઉટ થતા પહેલા 13 સિક્સ અને 7 ફોર ફટકારી હતી. માત્ર 54 બોલનો સામનો કરીને અભિષેકે 135 રન ઉમેર્યા હતા. અભિષેકની વિસ્ફોટક ઇનિંગ્સે વાનખેડેમાં હાજર ચાહકોને દંગ કરી દિધા હતા.

પાવરપ્લેમાં અભિષેક શર્માએ બનાવેલા 58 રન એ ભારતીય બેટ્સમેન દ્વારા ટી20 મેચના પાવરપ્લેમાં બનાવેલા સૌથી વધુ રન છે. આ કિસ્સામાં, તેણે 2023માં ત્રિવેન્દ્રમમાં ઓસ્ટ્રેલિયા સામે યશસ્વી જયસ્વાલે બનાવેલા 53 રનને પાછળ છોડી દીધા.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટી-20 સીરીઝ જેવી રીતે શરૂૂ થઈ હતી તે જ રીતે સમાપ્ત થઈ, પરંતુ તે તેનાથી પણ વધુ વિસ્ફોટક હતી. સીરીઝ પર પહેલા જ કબજો જમાવી ચૂકેલી ટીમ ઈન્ડિયાએ છેલ્લી મેચમાં ઈંગ્લેન્ડને એકતરફી રીતે 150 રનના વિશાળ અંતરથી હરાવ્યું હતું.

આ મેચમાં યુવા ઓપનર અભિષેક શર્મા મુંબઈની આ મેચની જીતનો સિતારો સાબિત થયો, જેણે 135 રનની વિનાશક ઈનિંગ રમી અને ટીમ ઈન્ડિયાને 247 રનના મોટા સ્કોર સુધી પહોંચાડી હતી. જવાબમાં સમગ્ર ઈંગ્લિશ ટીમ માત્ર 97 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી અને તેમાં પણ અભિષેકે 2 વિકેટ લઈને યોગદાન આપ્યું હતું.

t 20 ઇન્ટરનેશનલમાં ફુલ મેમ્બર ટીમો સામે સૌથી ઝડપી સદી (બોલની દૃષ્ટિએ)
35 બોલ - ડેવિડ મિલર વિરુદ્ધ બાંગ્લાદેશ 2017
35 બોલ - રોહિત શર્મા વિરુદ્ધ શ્રીલંકા ઈન્દોર 2017
37 બોલ - અભિષેક શર્મા વિરુદ્ધ ઈંગ્લેન્ડ વાનખેડે 2025
39 બોલ - જ્હોન્સન ચાર્લ્સ વિરુદ્ધ સાઉથ આફ્રીકા સેન્ચ્યુરિયન્સ 2023
40 બોલ - સંજુ સેમસન વિરુદ્ધ બાંગ્લાદેશ હૈદરાબાદ 2024

t 20 ઇન્ટરનેશનલમાં ભારત માટે સૌથી વધુ વ્યક્તિગત સ્કોર
135 રન - અભિષેક શર્મા વિરુદ્ધ ઈંગ્લેન્ડ, વાનખેડે 2025
126 રન - શુભમન ગિલ વિરુદ્ધ ન્યુઝીલેન્ડ, અમદાવાદ 2023
123 રન - રૂૂતુરાજ ગાયકવાડ વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા, ગુવાહાટી 2023
122 રન - વિરાટ કોહલી વિરુદ્ધ અફઘાનિસ્તાન, દુબઈ 2022
121 રન - રોહિત શર્મા વિરુદ્ધ અફઘાનિસ્તાન, બેંગલુરુ 2024
t 20 ઈન્ટરનેશનલ મેચમાં ભારત માટે સૌથી વધુ છગ્ગા
13 - અભિષેક શર્મા વિરુદ્ધ ઈંગ્લેન્ડ, વાનખેડે 2025
10 - રોહિત શર્મા વિરુદ્ધ શ્રીલંકા, ઈન્દોર 2017
10 - સંજુ સેમસન વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા, ડરબન 2024
10 - તિલક વર્મા વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા, 2024
ભારત માટે સૌથી ઝડપી t20  અડધી સદી (બોલ દ્વારા)
12 બોલ - યુવરાજ સિંહ વિરુદ્ધ ઈંગ્લેન્ડ, ડરબન 2007
17 બોલ - અભિષેક શર્મા વિરુદ્ધ ઈંગ્લેન્ડ, વાનખેડે 2025
18 બોલ - કેએલ રાહુલ વિરુદ્ધ સ્કોટલેન્ડ, દુબઈ 2021
18 બોલ - સૂર્યકુમાર યાદવ વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા, ગુવાહાટી 2022

Advertisement
Tags :
Advertisement
Advertisement