ગૌતમ ગંભીરને ઝટકો, કોવિડ દરમ્યાન દવાના સંગ્રહના કેસમાં કોર્ટે સ્ટે ન આપ્યો
ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરને દિલ્હી હાઈકોર્ટ તરફથી ઝટકો લાગ્યો છે. હાઈકોર્ટે ગઇકાલે ગૌતમ ગંભીર, તેમના ફાઉન્ડેશન અને અન્ય ઘણા લોકો સામે કોવિડ-19 દવાઓના ગેરકાયદેસર સંગ્રહ અને વિતરણના આરોપસર ટ્રાયલ કોર્ટની કાર્યવાહી પર સ્ટે મૂકવાનો ઇનકાર કર્યો હતો જસ્ટિસ નીના બંસલ કૃષ્ણાએ હાલમાં આ કેસમાં કોઈ રાહત આપવાનો ઇનકાર કરતા ગૌતમ ગંભીરની અરજી પર 29 ઓગસ્ટે સુનાવણી કરવા સંમતિ આપી હતી.
કોર્ટમાં દાખલ કરાયેલી અરજીમા FIR રદ કરવા અને 9 એપ્રિલના આદેશને પાછો ખેંચવાની માંગ કરવામાં આવી હતી જેમાં ટ્રાયલ કોર્ટની કાર્યવાહી પરનો સ્ટે હટાવવામાં આવ્યો હતો જસ્ટિસ નીના બંસલે ગંભીરના વકીલને કહ્યું જે કાર્યવાહી પર સ્ટે પુન:સ્થાપિત કરવાની વિનંતી કરી રહ્યા હતા, જ્યારે તમને સ્ટે મળે છે, ત્યારે તમે (કોર્ટમા ) હાજર રહેવાનું બંધ કરી દો છો, તપાસ અટકી જાય છે, કંઈ બાકી રહેતું નથી અને બધું સમાપ્ત થઈ જાય છે. એડવોકેટ જય અનંત દેહદરાયે તેમના ક્લાયન્ટના પુરાવા શેર કરતા કહ્યું કે ગંભીર પણ ભૂતપૂર્વ સાંસદ અને ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન છે અને તેમણે કોરોના મહામારી દરમિયાન ઓક્સિજન સિલિન્ડર અને દવાઓનું દાન કરીને લોકોને ઘણી મદદ કરી હતી, તે પણ જ્યારે સમગ્ર આરોગ્ય વ્યવસ્થા પડી ભાંગી હતી અને સરકાર પણ આ મામલે અસમર્થ બની ગઈ હતી.
આ કેસની સુનાવણી 8 સપ્ટેમ્બરે ટ્રાયલ કોર્ટમાં થવાની છે. તેથી, તેમણે હાઈકોર્ટને વિનંતી કરી કે કાં તો ટ્રાયલ કોર્ટની કાર્યવાહી પરનો સ્ટે પુન:સ્થાપિત કરવામાં આવે અથવા તે તારીખ પહેલાં તેમની અરજી સાંભળવામાં આવે, અથવા તેમના ક્લાયન્ટની પત્ની અને માતાને બોલાવવામા આવે વકીલે કહ્યું કે ફક્ત ફરિયાદ પક્ષ પર સ્ટે મૂકવામાં આવ્યો છે જ્યારે પોલીસ તેની તપાસ ચાલુ રાખવા માટે સ્વતંત્ર છે. કોર્ટે કહ્યું કે ફરિયાદ પક્ષને નોટિસ આપ્યા વિના સ્ટે પાછો ખેંચી શકાય નહીં. એડવોકેટ દેહદરાયે કહ્યુ મારી વાત સાંભળ્યા વિના સ્ટે પાછો ખેંચી લેવામાં આવ્યો હતો આગામી સુનાવણી 29 ઓગસ્ટ માટે નક્કી કરવામાં આવી હતી છે.