ભારતીય ટીમને ફટકો, મોહમ્મદ શમી ઓસ્ટ્રેલિયા જઇ શકશે નહીં
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બોલર મોહમ્મદ શમીને મોટો ઝટકો લાગ્યો છે. ફિટનેસ મેળવવા માટે શમીએ ઘરેલૂ ક્રિકેટમાં ગયો પણ તેને સફળતા મળી નહીં. હવે તે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જઈ શકશે નહીં. બીસીસીઆઈએ સોમવારે ક્ધફર્મ કરી દીધું કે, શમી ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર બાકી બચેલી બે ટેસ્ટ મેચ માટે જઈ શકશે નહીં. ભારતીય બોર્ડનું કહેવું છે કે, શમીની ફિટનેસ એ લાયક નથી કે તેને બોર્ડર ગાવસ્કર ટ્રોફીની બાકી બચેલી બે ટેસ્ટ મેચ માટે ઓસ્ટ્રેલિયા મોકલી શકાય.
મોહમ્મદ શમી ઈજામાંથી બહાર આવી ચુક્યો છે. બીસીસીઆઈએ શમીની ફિટનેસ પર આજે અપડેટ આપી છે. શમીએ છેલ્લે વન ડે વિશ્વ કપ 2023ની ફાઈનલ રમી હતી. બીસીસીઆઈએ કહ્યું કે, શમીની રિકવરી અને રિહૈબિલેટશન પર મેડિકલ ટીમ કામ કરી રહી છે. એડીની ઈજામાંથી તે બહાર આવી ચુક્યો છે. શમીએ નવેમ્બરમાં બંગાળ તરફથી મધ્ય પ્રદેશ વિરુદ્ધ રણજી ટ્રોફી મેચમાં 43 ઓવર બોલિંગ કરી હતી. સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં તેણે 9 મેચ રમી હતી. બોલિંગના કારણે સાંધામાં વધારે દુખાવાના કારણે તેના ઘુંટણમાં સોજો આવી ગયો હતો. લાંબા સમય બાદ બોલિંગ દરમ્યાન આ અપેક્ષિત છે.
બીસીસીઆઈ તરફથી કહેવું છે કે, શમીને ફરીથી જૂના ઢાળમાં બોલિંગ માટે હજુ થોડા સમયની જરુર છે. તેના ઘુંટણ બોલિંગ માટે હજુ ફિટ નથી. તેના કારણે તેને બોર્ડર ગાવસ્કર ટ્રોફીની બાકીની બે બચેલી મેચ માટે ફીટ માની શકાય નહીં.
મોહમ્મદ શમીએ ભારતીય ટીમ માટે છેલ્લે ગત વર્ષે 19 નવેમ્બરના રોજ મેચ રમી હતી. ત્યાર બાદ ઈજાના કારણે તે ટીમમાંથી બહાર હતો. તેણે ઘુંટણની સર્જરી કરાવી છે.