9 છગ્ગા, 6 ચોગ્ગા, વૈભવ સૂર્યવંશીની ઇંગ્લેન્ડ સામે ફરી વિસ્ફોટક ઇનિંગ
14 વર્ષનો વૈભવ સૂર્યવંશી ઈંગ્લેન્ડની ધરતી પર એક પછી એક વિસ્ફોટક ઇનિંગ્સ રમી રહ્યો છે. પહેલી બે વનડેમાં બેટથી ધમાલ મચાવ્યા બાદ ત્રીજી મેચમાં પણ વૈભવનું બેટ ફરી એકવાર બોલ્યુંહ તું. ઇનિંગ્સ ઓપન કરવા આવેલા વૈભવે 277ની સ્ટ્રાઇક રેટ સાથે હંગામો મચાવ્યો. વૈભવે માત્ર 31 બોલમાં 86 રનની તોફાની ઇનિંગ્સ રમી. આ ઇનિંગ્સ દરમિયાન વૈભવે 6 ચોગ્ગા અને 9 ગગનચુંબી છગ્ગા ફટકાર્યા. 14 વર્ષીય બેટ્સમેને પોતાની ઇનિંગમાં 6 વખત બાઉન્ડ્રી લાઇન પાર બોલ ફટકાર્યો અને 9 વખત હવામાં યાત્રાએ મોકલ્યો હતો. એટલે કે, વૈભવે પોતાની ઇનિંગમાં ચોગ્ગા કરતાં વધુ છગ્ગા ફટકાર્યા.
વૈભવે વિહાન મલ્હોત્રા સાથે બીજી વિકેટ માટે 73 રન ઉમેર્યા. ઇંગ્લેન્ડે ભારતને જીતવા માટે 40 ઓવરમાં 269 રનનો લક્ષ્યાંક આપ્યો છે. વૈભવ સૂર્યવંશીના બેટે પણ પહેલી બે મેચમાં સારું પ્રદર્શન કર્યું હતું. શ્રેણીની પહેલી યુથ વનડેમાં તેણે 19 બોલમાં 48 રનની ઝડપી ઇનિંગ રમી હતી. જ્યારે બીજી મેચમાં બિહારના પુત્રએ 34 બોલમાં 45 રન બનાવ્યા હતા. શ્રેણીની પહેલી મેચમાં ટીમ ઇન્ડિયાએ ઇંગ્લેન્ડને 6 વિકેટથી હરાવ્યું હતું. જ્યારે બીજી મેચમા ભારતીય ટીમે ઇંગ્લેન્ડને એક વિકેટથી હરાવ્યું હતું.