For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

IPL-2026 માં 8 ટીમોએ કેપ્ટન કર્યા કન્ફર્મ

10:56 AM Nov 21, 2025 IST | Bhumika
ipl 2026 માં 8 ટીમોએ કેપ્ટન કર્યા કન્ફર્મ

Advertisement

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2026) ની આગામી સિઝન માટે રિટેન્શન યાદી જાહેર થયા બાદ લગભગ બધી ટીમોના અડધાથી વધુ ખેલાડીઓની પુષ્ટિ થઈ ગઈ છે. બાકીના સ્લોટ માટે હરાજી પ્રક્રિયા 16 ડિસેમ્બરે થશે. આ પહેલા, 10 માંથી આઠ ટીમોના કેપ્ટનની પુષ્ટિ થઈ ગઈ છે. તેમના રેકોર્ડ અને પ્રાઈસ જાણીએ.

રજત પાટીદાર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન છે તેમણે છેલ્લી સિઝનમાં પહેલીવાર ટીમનું નેતૃત્વ કર્યું અને એવી સિદ્ધિ મેળવી જે 18 વર્ષમાં ક્યારેય નહોતી થઈ. તેની કેપ્ટનશીપ હેઠળ RCB એ તેનું પ્રથમ IPL ટાઇટલ જીત્યું. રજત આ વખતે પણ RCB નું નેતૃત્વ કરશે.

Advertisement

IPL 2026 માં ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન રુતુરાજ ગાયકવાડ છે. સંજુ સેમસન ટીમમાં જોડાયા બાદ કેટલાક લોકો તેને કેપ્ટન બનાવવાની અપેક્ષા રાખતા હતા, પરંતુ રુતુરાજ આગામી સિઝનમાં કેપ્ટન રહેશે. ઈજાને કારણે રુતુરાજ પાછલી સિઝનમાંથી બહાર થઈ ગયો હતો, જેના કારણે ધોનીને ફરીથી કેપ્ટનશીપ સંભાળવી પડી હતી.
મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા છે, જેણે રોહિત શર્માના સ્થાને ફ્રેન્ચાઈઝીનો કેપ્ટન બનાવ્યો હતો. તેમણે 2022 માં ગુજરાત ટાઇટન્સને વિજય અપાવ્યો હતો. જોકે, તેમણે 2015 માં MI વતી રમતી વખતે IPL માં પ્રવેશ કર્યો હતો.

IPL 2026 માં પંજાબ કિંગ્સનો કેપ્ટન શ્રેયસ ઐયર છે, જેને ગયા વર્ષે ફ્રેન્ચાઈઝીએ હરાજીમાં ₹26.75 કરોડની મોટી રકમમાં ટીમમાં સામેલ કર્યો હતો. તેમની કેપ્ટનશીપ હેઠળ, ટીમ ફાઇનલમાં પણ પહોંચી હતી. ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલ છે. ગિલ હાલમાં ભારતની ટેસ્ટ અને ODI ટીમોનું કેપ્ટન છે. ગિલને ગુજરાતે ₹16.5 કરોડમાં રિટેન કર્યો હતો. તેણે IPLમાં કુલ 118 મેચ રમી છે, જેમાં 3,866 રન બનાવ્યા છે. ગિલે IPLમાં 4 સદી અને 26 અડધી સદી ફટકારી છે.

લખનૌ સુપર જાયન્ટ્સનો કેપ્ટન ઋષભ પંત હશે જેને ફ્રેન્ચાઇઝીએ આ વર્ષે રિટેન કર્યો હતો અને ગયા વર્ષે IPL ઇતિહાસમાં સૌથી વધુ બોલી લગાવીને ખરીદ્યો હતો. પંતને ₹27 કરોડમાં હસ્તગત કર્યો હતો. પંતે અગાઉ દિલ્હી કેપિટલ્સનું નેતૃત્વ કર્યું હતું, અને 2016 માં તેમના માટે IPL માં ડેબ્યૂ કર્યું હતું. ઋષભ પંતે 125 મેચોમાં 3,553 રન બનાવ્યા છે, જેમાં બે સદી અને 19 અડધી સદીનો સમાવેશ થાય છે.

દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન અક્ષર પટેલ છે જે ટીમના સૌથી અનુભવી ખેલાડીઓમાંનો એક છે. ફ્રેન્ચાઇઝીએ પટેલને ₹16.50 કરોડમાં જાળવી રાખ્યો હતો, જ્યારે પંતને રિલીઝ કરવામાં આવ્યો હતો. અક્ષર પટેલે 2014 માં પંજાબ કિંગ્સ માટે રમીને IPL માં ડેબ્યૂ કર્યું હતું. તે 2019 માં દિલ્હીમાં હતો અને ત્યારથી ફ્રેન્ચાઇઝી સાથે છે. પટેલે IPL માં કુલ 162 મેચ રમી છે, જેમાં 1916 રન બનાવ્યા છે અને 128 વિકેટ લીધી છે.

રાજસ્થાન રોયલ્સનું કેપ્ટન કોણ બનશે? આ અનિશ્ચિત રહે છે કારણ કે ટીમે તેમના કેપ્ટનને ઈજઊં સાથે બદલી નાખ્યા છે. જોકે, તેમણે આ ટ્રેડ દ્વારા રવિન્દ્ર જાડેજા જેવા અનુભવી ખેલાડીને તેમની ટીમમાં ઉમેર્યા છે. એવી શક્યતા છે કે જાડેજા કેપ્ટન બની શકે છે, જોકે હજુ સુધી કંઈ સત્તાવાર નથી. રાજસ્થાને જાડેજાને ₹14 કરોડમાં કરારબદ્ધ કર્યો હતો, જ્યારે ઈજઊં ખાતે તેમની કિંમત ₹18 કરોડ હતી.

IPL 2026 માં સનરાઇઝર્સ હૈદરાબાદનું નેતૃત્વ પેટ કમિન્સ કરશે. તે કેપ્ટનોમાં એકમાત્ર વિદેશી છે, જ્યારે અન્ય સાત ભારતીય છે. કમિન્સની કેપ્ટનશીપ હેઠળ, હૈદરાબાદ 2024 માં ફાઇનલમાં પહોંચ્યું હતું, જ્યાં તેઓ KKRસામે 8 વિકેટથી હારી ગયા હતા. ટીમના ગયા સિઝનમાં ખરાબ પ્રદર્શન છતાં, કમિન્સ આગામી સિઝન માટે કેપ્ટન રહેશે. પેટ કમિન્સને સનરાઇઝર્સ હૈદરાબાદ દ્વારા ₹18 કરોડમાં જાળવી રાખવામાં આવ્યા હતા. તેણે IPLમાં ત્રણ ટીમો (KKR, DC અને SRH) માટે કુલ 72 મેચ રમી છે, જેમાં તેણે 79 વિકેટ લીધી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement