ઓલ્મિપિક ગેમ્સમાં ગયેલા ભારતના ખેલાડીઓને BCCIની 8.5 કરોડ સહાય
આ અઠવાડિયે પેરિસમાં ઓલ્મિપિક ગેમ્સની શરૂૂઆત થવા જઇ રહી છે ત્યારે બીસીસીઆઇ પણ ઇચ્છે છે કે ભારતીય એથ્લીટ્સ દેશ માટે મેડલ જીતીને આવે. બીસીસીસાઇએ આ માટે ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (ઈંઘઅ) ને 8.5 કરોડ રૂૂપિયાની સહાય રકમ આપી છે. બીસીસીઆઇની આ સહાયનું કારણ એ છે કે તે પણ ઇચ્છે છે ભારતીય એથ્લીટને જરૂૂરી તમામ મદદ પુરી પાડવામાં કયાંય કોઇ કચાશ ન રહી જાય અને તેઓ દેશ માટે મેડલ જીતીને આવે અને નવા રેકોર્ડ બનાવે બીસીસીઆઈના સચિવ જય શાહે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ભારતીય ઓલિમ્પિક એસોસિએશનને સાડા આઠ કરોડ રૂૂપીયાની સહાયની જાહેરાત કરી છે. મહત્વપૂર્ણ છે કે પેરિસ ઓલિમ્પિકમાં 117 ભારતીય ખેલાડીઓ ભાગ લેશે.
ખેલ મંત્રાલયે રમત અધિકારીઓ સહિત સપોર્ટ સ્ટાફના 140 સભ્યોને પણ મંજૂરી આપી છે. સરકારના ખર્ચે સહાયક સ્ટાફના 72 સભ્યોને મંજૂરી આપવામાં આવી છે. પેરિસ ઓલિમ્પિક 26 જુલાઈથી શરૂૂ થશે અને 11 ઓગસ્ટ સુધી ચાલશે. ટોક્યો ઓલિમ્પિકમાં ભારતના કુલ 119 ખેલાડીઓએ ભાગ લીધો હતો અને 7 મેડલ જીત્યા હતા. નીરજ ચોપરાએ પુરુષોની ભાલા ફેંક સ્પર્ધામાં ઐતિહાસિક ગોલ્ડ મેડલ જીત્યો હતો. પેરિસ ઓલિમ્પિક માટે ક્વોલિફાય થયેલા એથ્લેટ્સમાં ફક્ત શોટપુટર આભા ખાતુઆનું નામ યાદીમાં નથી.