રાજકોટમાં પ્રથમ વખત 74મી ઓલ ઇન્ડિયા પોલીસ હોકી ચેમ્પિયનશિપ
દેશભરની 21 ટીમો ટકરાશે, આંતર રાષ્ટ્રીય કક્ષાના પ્લેયર્સ ભાગ લેશે
રાજકોટના આંગણે પ્રથમ વખત ગુજરાત પોલીસ તંત્રના યજમાન પદે 21 વર્ષ બાદ ફરી 74મી ઓલ ઇન્ડિયા પોલીસ હોકી ચેમ્પિયનશિપનું આયોજન કરાયું છે. જેમાં દેશભરમાંથી અલગ-અલગ રાજ્યોની પુરુષ અને મહિલાની 21 ટીમો આ ટૂર્નામેન્ટમાં ભાગ લેશે. આગામી 4 ડિસેમ્બરથી 15 ડિસેમ્બર સુધી 74મી નેશનલ લેવલની ઓલ ઇન્ડિયા પોલીસ હોકી ચેમ્પિયનશિપનું શહેરના મુખ્ય બે એવા મેજર ધ્યાનચંદ હોકી ગ્રાઉન્ડ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હોકી ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ ચેમ્પિયનશિપના ઉદ્ઘાટન પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય ઉપસ્થિત રહેશે.
પુરુષ અને મહિલાની 21 ટીમોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. રાજકોટમાં પ્રથમ વખત આયોજન થતાં ડીજીપી વિકાસ સહાયની અધ્યક્ષતામાં 10 કમિટી બનાવવામાં આવી છે અને તમામ કમિટીને અલગ અલગ જવાબદારી સોંપવામાં આવી છે, જેના દ્વારા હાલ તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
ચેમ્પિયનશિપની ઓપનિંગ સેરેમની 4 ડિસેમ્બરે પોલીસ હેડ ક્વાર્ટરના પરેડ ગ્રાઉન્ડમાં ખાતે યોજાશે આ ઓપનિંગ સેરેમની તેમજ ટૂર્નામેન્ટને યાદગાર બનાવવા અને ગુજરાત અને રાજકોટનું નામ રોશન કરવા શહેર પોલીસ દ્વારા ઝીણવટભરી બાબતો આવરી લઈ પુરજોશમાં તૈયારીઓ છેલ્લા 15 દિવસથી કરવામાં આવી રહી છે. તા. 4 ડિસેમ્બરના રોજ પ્રથમ ભવ્ય ઓપનિંગ સેરેમની રાજકોટ શહેર પોલીસ હેડ ક્વાર્ટરના પરેડ ગ્રાઉન્ડ ખાતે સવારે 8:30 વાગ્યે યોજવામાં આવશે. જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર ભાઈ પટેલ, ઉપ મુખ્યમંત્રી હર્ષ સંધવી તેમજ રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય ઉપસ્થિત રહેશે. જયારે 15 ડિસેમ્બરે ભવ્ય ક્લોઝિંગ સેરેમની યોજાશે આ પોલીસ હોકી ચેમ્પિયનશિપમાં ભાગ લેતી દરેક ટીમ સાથે ઇન્ટ્રોડક્શન પણ કરાશે. જ્યારે તા. 15 ડિસેમ્બરના રોજ ક્લોઝિંગ સેરેમની સાંજે 4 વાગ્યે યોજવામાં આવશે. જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય ઉપસ્થિત રહેશે.
હોકીના ત્રણ આંતરરાષ્ટ્રીય ખેલાડીને જોવાની તક
ટુર્નામેન્ટમાં આંતરરાષ્ટ્રીય સ્તરના ત્રણ ખેલાડી પણ ભાગ લેશે જેમાં ઉતરપ્રદેશ પોલીસ ફોર્સની ટીમના ખેલાડી લલિતકુમાર ઉપાધ્યાય જે એક ભૂતપૂર્વ ભારતીય હોકી ખેલાડી છે. તેઓ 2020 માં ટોક્યો તેમજ 2024 માં પેરિસમાં ઓલિમ્પિક રમતોમાં કાંસ્ય ચંદ્રક જીતનાર ભારતીય ટીમના સભ્ય હતા. 2021 માં, ઉપાધ્યાયને રમતગમતમાં શ્રેષ્ઠતા બદલ અર્જુન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ આકાશદીપ સિંહ જે એક ભારતીય ફિલ્ડ હોકી ખેલાડી છે જે હોકી ઈન્ડિયા લીગ અને ઈન્ડિયા હોકી ટીમમાં ઉત્તર પ્રદેશ વિઝાર્ડ્સ માટે ફોરવર્ડ તરીકે રમે છે. તેમણે 33 આંતરરાષ્ટ્રીય ગોલ કર્યા હતા. સિંઘે 2018 24 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. 2018 એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં, તેમને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ઉપરાંત પંજાબ પોલીસમાં ફરજ બજાવતા શમશેર સિંહ જે ફોરવર્ડ તરીકે રમે છે. શમશેર સિંહે ઓમ્પીક ગેમ્સમાં પેરીસમાં 2024 માં બ્રોન્ઝ મેડલ તેમજ ટોક્યોમાં 2020 માં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યા છે. તેમજ સને 2022 માં ઇગ્લેન્ડમાં કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ તેમજ 2022 માં એશીયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ તેમજ હિરો એશીયન ચેમ્પિયનશીપ માં 2021 માં ઢાકામાં બ્રોન્ઝ મેડલ તેમજ 2023 માં ચેન્નાઈમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે.