રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ખેલ મહાકુંભમાં 66 લાખ રજિસ્ટ્રેશન, નેશનલ ગેમ્સમાં ફક્ત 8 ગોલ્ડ

12:55 PM Dec 09, 2023 IST | Sejal barot
Advertisement

2010માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ચાલુ થયેલ ખેલ મહાકુંભ રમતોત્સવને બહોળો પ્રતિભાવ મળ્યો છે. ગુજરાતના યુવાઓ માટે રમત ગમતના ક્ષેત્રમાં રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કારકીર્દી બનાવવાની ઉજવી તકો પ્રાપ્ત થઇ છે અને હજારોની સંખ્યામાં યુવાનો રમત ગમતને કારકીર્દીનુ માધ્યમ બનાવવા માટે સ્વપ્નો સેવી રહ્યા છે. ત્યારે તાજેતરમાં જ યોજાયેલ નેેશનલ ગેમ્સમાં ગુજરાતનું કંગાળ પરિણામ સરકારી પોલીસીની અરસકારકતા અંગે પણ પ્રશ્નાર્થ ઉભો કરે છે.
ગોવામાં 26 ઓકટોબર 2023 થી 9 નવેમ્બર 2023 દરમિયાન યોજાયેલ. 37માં રાષ્ટ્રીય રમત મહોત્સ્વમાં ગુજરાતને ફાળે માંડ 31 મેડલ મળ્યા છે. જેમાં 8 ગોલ્ડ મેડલ, 2 સીલ્વર મેડલ અને 21 કાંસ્ય મેડલનો સમાવેશ થાય છે. 31 મેડલ સાથે ગુજરાતને 20 રાજયો અને સર્વિસ કેટેગરીમાંથી છેક 17મો ક્રમાંક મળ્યો છે.
આ વર્ષે ખેલ મહાકુંભમાં 66 લાખથી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યુ છે જેમાં 41 લાખથી વધુ પુરૂષો અને 25 લાખથી વધુ સ્ત્રીઓ છે. આટલી બહોળી સંખ્યામાં રજીસ્ટ્રેશન થાય છે અને ખેલાડીઓની પ્રતિભાઓ બહાર લાવીને રાષ્ટ્રીય- આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખેલાડીઓ ગુજરાતનું નામ રોશન કરવા માટે બનેલી પોલીસીમાં સરકાર, સ્પોર્ટસ ઓથોરીટી, ખેલમંત્રી સહીતનાઓ ઉણા ઉતરી રહ્યા હોવાનું જણાઇ આવે છે.
ગયા વર્ષે 36માં નેશનલ ગેમ્સનું યજમાનીનું સ્થળ ગુજરાત જ હતું. જેમાં ગુજરાતનું પ્રદર્શન ઘણું ઉત્કૃષ્ટ કક્ષાનું રહ્યું છે. ગુજરાતના રમતવિરોના ભાગે 13 ગોલ્ડ, 15 સિલ્વર, 21 બ્રોન્જ મેડલ સાથે 49 મેડલ મળ્યા હતા. પંતુ આ વર્ષે ફકત 31 મેડલ મળતા ગુજરાતના સ્પોર્ટસ ઇન્ફ્રાસ્ટ્રકચર અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ 2017માં ગુજરાત ખેલ મહાકુંભ મોડેલ પરથી ભારતભરમાં કુશળ રમતવિરો તૈયાર કરવા ખેલો ઇન્ડીયા કાર્યક્રમ પણ લોન્ચ કરાયો છે. જેના અંતર્ગત સ્પોર્ટસ ઇન્ફ્રાસ્ટ્રકચર અને રમત ગમત માટે વૈશ્વીક તકો પુરી પાડવામાં આવે છે પરંતુ ગુજરાતના નેશનલ ગેમ્સમાં કથળી ગયેલા પ્રદર્શને સૌને આશ્ચર્યમાં મુકી દીધા છે.

Advertisement

નેશનલ ગેમ્સમાં ભાગ લેવા પ્રિ-કોચિંગ માટે માંડ 1.95 કરોડની ફાળવણી

ગુજરાતનું નામ દેશભરમાં ગુંજતુ કરવા માટે આ વખતે 337 રમતવિરો ગોવાના મેદાનમાં ઉતર્યા હતા. આ ખેલાડીઓને પ્રિ-કોચીંગ આપવા માટે નેશનલ લેવલના કોચ જોઇએ જે સઘન ટ્રેનીંગ દ્વારા ખેલાડીઓને તૈયાર કરે છે તેના માટે સરકારના બજેટમાં માંડ 1.95 કરોડની ફાળવણી કરવામાં આવી છે. હવે સવાલ એ થાય કે ખેલ મહાકુંભના કરોડોના બજેટ સામે જયારે ગુજરાતનું રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પ્રતિનિધીત્વ કરતા ખેલાડીઓને તૈયાર કરવામાં સાવ ઓછા બજેટની ફાળવણી કરવામાં આવે છે.

Tags :
66 lakh registrations in Khel Mahakumbh8Gamesgoldsinnationalonly
Advertisement
Next Article
Advertisement