ICC ચેમ્પિયન્સ ટ્રોફી ટીમ ઓફ ધ ટૂર્નામેન્ટમાં 5 ભારતીય ખેલાડી
ન્યૂઝીલેન્ડના ચાર અને અફઘાનિસ્તાનના બે ખેલાડીનો સમાવેશ
ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની બેસ્ટ ટીમની જાહેરાત કરી છે. આ ટીમમાં 12મા બેસ્ટ ખેલાડીનો પણ સમાવેશ થાય છે. સૌથી રસપ્રદ વાત એ છે કે પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ જેવી મોટી ટીમોના એક પણ ખેલાડીને બેસ્ટ પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળ્યું નથી.ચેમ્પિયન્સ ટ્રોફીના બેસ્ટ 11 ખેલાડીઓમાં પાંચ ભારતીયોનો સમાવેશ થાય છે. જ્યારે ન્યુઝીલેન્ડના ચાર અને અફઘાનિસ્તાનના બે ખેલાડીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની બેસ્ટ ટીમમાં સામેલ પાંચ ભારતીય ખેલાડીઓના નામVirat Kohli, Shreyas Iyer, KL Rahul, Mohammed Shami અને Varun Chakravarthy છે. 12મા ખેલાડી તરીકે એક ભારતીય (અડ્ઢફિ ઙફયિંહ)ને પણ સ્થાન આપવામાં આવ્યું છે. આ સમગ્ર ટુર્નામેન્ટમાં વિરાટ કોહલીએ 218 રન બનાવ્યા હતા, જ્યારે શ્રેયસ ઐયરે 243 રન બનાવ્યા હતા. ઐયર 2025ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી પણ હતો. મોહમ્મદ શમી અને વરુણ ચક્રવર્તી બંનેએ 9-9 વિકેટ લઈને ભારતને વિજેતા બનાવવામાં મોટો ફાળો આપ્યો.
ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ અને ગોલ્ડન બેટ એવોર્ડ જીતનાર રચિન રવિન્દ્રને ઓપનિંગ બેટ્સમેનનું સ્થાન મળ્યું. તેને ટુર્નામેન્ટમાં 263 રન બનાવ્યા અને 3 વિકેટ પણ લીધી. તેમના સિવાય મેટ હેનરીને પણ સ્થાન મળ્યું, જેને ગોલ્ડન બોલ એવોર્ડ જીત્યો. હેનરીએ ટુર્નામેન્ટમાં કુલ 10 વિકેટ લીધી. તેના સિવાય ગ્લેન ફિલિપ્સ અને મિચેલ સેન્ટનરને પણ બેસ્ટ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું. સેન્ટનરને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે.