મહિલા વન ડે વર્લ્ડ કપમાં 3 ટીમો ક્વોલિફાય, ભારત માટે ગુરુવારે કરો યા મરોનો મુકાબલો
ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા ટોચના સ્થાને
મહિલા વનડે વર્લ્ડ કપ 2025 માં રવિવારે ઈન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં રમાયેલી રોમાંચક મેચમાં ભારતીય મહિલા ટીમને ઈંગ્લેન્ડ સામે 4 રનથી હારનો સામનો કરવો પડ્યો છે. આ જીત સાથે ઈંગ્લેન્ડે સેમિફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે અને હવે ક્વોલિફાય થનારી ટીમોની સંખ્યા ત્રણ થઈ ગઈ છે. ઓસ્ટ્રેલિયા (9 પોઈન્ટ), ઈંગ્લેન્ડ (9 પોઈન્ટ), અને દક્ષિણ આફ્રિકા (8 પોઈન્ટ) ટોચના ત્રણ સ્થાનો પર છે.
આ સતત ત્રીજી હાર હોવા છતાં, ટીમ ઈન્ડિયા હજી સેમિફાઇનલની દોડમાંથી બહાર થઈ નથી. ભારત 4 પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે, પરંતુ તેનો આગામી મુકાબલો 23 ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ સામે છે, જે ભારત માટે ‘કરો યા મરો’ સમાન છે. આ મેચનું પરિણામ જ ચોથી સેમિફાઇનલિસ્ટ ટીમનું ભાવિ નક્કી કરશે.
આ મેચના પરિણામ બાદ પોઈન્ટ ટેબલમાં સેમિફાઇનલનું ચિત્ર લગભગ સ્પષ્ટ થઈ ગયું છે. ત્રણ ટીમોએ સત્તાવાર રીતે પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે, અને હવે માત્ર એક સ્થાન બાકી છે. સતત ત્રીજો પરાજય હોવા છતાં, ભારતીય ક્રિકેટ ટીમ હજી વર્લ્ડ કપ 2025 ની સેમિફાઇનલ રેસમાંથી બહાર થઈ નથી. હરમનપ્રીત કૌરની ટીમ 5 માંથી 2 મેચ જીતી અને 3 હારીને 4 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ચોથા ક્રમે છે. ભારતનો આગામી અને નિર્ણાયક મુકાબલો 23 ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ સામે છે. આ મેચ ભારત માટે પકરો યા મરોથ ની સ્થિતિ સમાન છે. જો ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડ સામે હારી જાય છે, તો ન્યૂઝીલેન્ડ ચોથા સ્થાને આવી જશે અને ભારત ટોચના ચારમાંથી બહાર થઈ જશે. નોંધનીય છે કે ન્યૂઝીલેન્ડની ટીમે 5 માંથી ફક્ત 1 મેચ જીતી છે, પરંતુ તેમની બે મેચ વરસાદને કારણે રદ થઈ હોવાથી તેમના પણ ભારતની જેમ 4 પોઈન્ટ છે. આથી, બંને ટીમો વચ્ચેનો મુકાબલો ચોથી સેમિફાઇનલ ટિકિટ માટેની નિર્ણાયક લડાઈ બનશે.
