For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

24 વર્ષનો મોહમ્મદ આશિક બન્યો માસ્ટરશેફનો વિજેતા

12:43 PM Dec 12, 2023 IST | Sejal barot
24 વર્ષનો મોહમ્મદ આશિક બન્યો માસ્ટરશેફનો વિજેતા

માસ્ટરશેફ ઈન્ડિયા 2023ને આ સીઝનનો વિજેતા મળી ગયો છે.24 વર્ષના મોહમ્મદ આશિકને માસ્ટરશેફ વિનર જાહેર કરવામાં આવ્યો છે. મોહમ્મદ આશિકની સક્સેસ સ્ટોરીએ ઘણાં યુવાનોને પ્રેરિત કર્યા છે. માસ્ટરશેફ ઈન્ડિયાની આ સીઝન લગભગ આઠ અઠવાડિયા સુધી ચાલી હતી. આ વખતે શોના જજ વિકાસ ખન્ના, રણવીર બ્રાર અને પૂજા ઢીંગરા હતા. તેમના માર્ગદર્શનથી મોહમ્મદ આશિક દરરોજ પોતાની આવડતને બહેતર બનાવતો રહ્યો. તમામ જજોએ તેની ઉમદા કૂકિંગ સ્કિલ્સને નોટિસ કરી હતી. આખરે આશિકની મહેનત રંગ લાવી. તેને વિજેતા તરીકે પસંદ કરવામાં આવ્યો. શોમાં ટ્રોફી જીત્યા બાદ આશિકને ઇનામ તરીકે 25 લાખ રૂૂપિયા મળ્યા હતા. આશિક સાથે રૂખસાર સઈદ અને નંબી જેસિકા પણ ફિનાલે સુધી પહોંચવા માટે સફળ રહ્યા હતા. નંબી જેસિકા બીજા ક્રમે રહી હતી. માસ્ટરશેફ બનતા પહેલાં તે પોતાના ગામમાં કુલુક્કી હબ નામની જગ્યા પર એક જ્યુસની દુકાન ચલાવતો હતો. આશિકને કૂકિંગનો બહુ શોખ હતો, જેથી તે માસ્ટરશેફ ઈન્ડિયામાં પહોંચ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આશિકે માસ્ટરશેફ ઈન્ડિયાની ગત સીઝનમાં પણ ભાગ લીધો હતો, પણ તે શો જીતી શક્યો ન હતો.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement