ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

24 દિવસ, 33 મેચ, લોડ્ર્સમાં ફાઈનલ, મહિલા T20 વર્લ્ડ કપનો 12 જૂનથી પ્રારંભ

10:47 AM May 02, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

 

Advertisement

IPL દરમિયાન ICC ક્રિકેટ ફેન્સને માટે એક ખુશખબર લઈને આવ્યું છે. ઈંઈઈએ 2026માં ઇંગ્લેન્ડમાં યોજાનાર મહિલા T20 વર્લ્ડ કપની તારીખો જાહેર કરી દીધી છે. ICC મહિલા T20 વર્લ્ડ કપ 2026ની ફાઇનલ 5 જુલાઈએ લોર્ડ્સ ખાતે યોજાશે, તેની જાહેરાત ગુરુવારે કરાઈ છે. આ ટુર્નામેન્ટ 12 જૂનથી શરૂૂ થશે અને તેમાં 33 મેચો હશે, જે 24 દિવસ બાદ લોર્ડ્સમાં સમાપ્ત થશે.

ICCએ જણાવ્યું કે, ‘લોર્ડ્સ, જે 2017માં ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચેની રોમાંચક ICC વુમન ક્રિકેટ વર્લ્ડ કપ ફાઇનલનું સ્થળ પણ હતું, ICC મહિલા T20 વર્લ્ડ કપ 2026 માટે પુષ્ટિ થયેલ 7 સ્થળોમાંથી એક છે,’ તેમાં ઓલ્ડ ટ્રેફોર્ડ ક્રિકેટ ગ્રાઉન્ડ, હેડિંગ્લે, એજબેસ્ટન, હેમ્પશાયર બાઉલ, ધ ઓવલ અને બ્રિસ્ટોલ કાઉન્ટી ગ્રાઉન્ડનો સમાવેશ થાય છે.’ આ ટુર્નામેન્ટમાં ઈંગ્લેન્ડ અને વેલ્સમાં 12 ટીમો ટ્રોફી માટે સ્પર્ધા કરશે, જે હાલમાં ન્યુઝીલેન્ડ પાસે છે. ટુર્નામેન્ટનું શેડ્યૂલની યોગ્ય સમયે જાહેર કરવામાં આવશે. તેમાં ટીમો નોકઆઉટ સ્ટેજ પહેલા બે ગ્રુપમાં સ્પર્ધા કરશે.

આઠ દેશોએ પહેલાથી જ તેમના સ્થાનોની પુષ્ટિ કરી દીધી છે અને અંતિમ ચાર પ્રતિભાગીઓની પસંદગી આવતા વર્ષે મહિલા T20 વર્લ્ડ કપ ક્વોલિફાયર દ્વારા કરવામાં આવશે. ઇંગ્લેન્ડ અને વેલ્સને 2022માં ICC મહિલા T20 વર્લ્ડ કપ 2026ની યજમાની કરવાના અધિકારો આપવામાં આવ્યા છે અને વિવિધ માપદંડોના મૂલ્યાંકન બાદ 7 યજમાન સ્થળોની પસંદગી કરવામાં આવી છે.
લોર્ડ્સ ખાતે ટુર્નામેન્ટના ઓફિશિયલ લોન્ચિંગમાં બ્રિટિશ મહિલા રમતના કેટલાક મોટા નામો હાજરી આપશે, જેમાં ઇંગ્લેન્ડના મુખ્ય કોચ ચાર્લોટ એડવર્ડ્સ, ઇંગ્લેન્ડના સ્ટાર્સ ટેમી બ્યુમોન્ટ, સોફિયા ડંકલે, સોફી એક્લેસ્ટોન અને લોરેન બેલ તથા ઇંગ્લેન્ડના રગ્બી પ્લેયર એલી કિલ્ડનનો સમાવેશ થાય છે.

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ઈંઈઈ)ના પ્રમુખ જય શાહ અને ઇંગ્લેન્ડ તથા વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB)ના ચીફ એક્ઝિક્યુટિવ રિચાર્ડ ગોલ્ડે સ્થળોની પુષ્ટિનું સ્વાગત કર્યું છે. ઈંઈઈના ચેરમેન જય શાહે જણાવ્યું હતું કે, ‘આયોજન સ્થળોની પુષ્ટિ એ એક નિર્ણાયક ક્ષણનું પ્રતિનિધિત્વ કરે છે કારણ કે અમે ICC મહિલા T20 વર્લ્ડ કપ 2026 તરફ આગળ વધી રહ્યા છીએ. આ ટુર્નામેન્ટ કૌશલ્ય, ભાવના અને ખેલદિલીના સેલિબ્રેશનમાં વિશ્વના શ્રેષ્ઠ ખેલાડીઓને એકસાથે લાવશે.

Tags :
indiaindia newsSportssports newsWomen's T20 World Cup
Advertisement
Advertisement