For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વિનોદ કાંબલીની મદદ કરવા 1983 વર્લ્ડ કપ વિજેતા ખેલાડીઓ તૈયાર

10:43 AM Dec 06, 2024 IST | Bhumika
વિનોદ કાંબલીની મદદ કરવા 1983 વર્લ્ડ કપ વિજેતા ખેલાડીઓ તૈયાર
Advertisement

ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ બેટ્સમેન અને દિગ્ગજ સચિન તેંડુલકરના બાળપણના મિત્ર વિનોદ કાંબલી આ દિવસોમાં સમાચારમાં છે. તાજેતરમાં, કાંબલી મહાન કોચ રમાકાંત આચરેકરના સ્મારક કાર્યક્રમમાં જોવા મળ્યો હતો, આ દરમિયાન કાંબલીની ખરાબ તબિયત સ્પષ્ટ દેખાતી હતી.
સચિનને મળતી વખતે તે બરાબર ઊભો પણ નહોતો થઈ શકતો. હવે કાંબલીની હાલત જોઈને 1983ના વર્લ્ડ કપ વિજેતા સ્ટાર્સે તેની મદદ કરવાની વાત કરી.

ઘટનાના થોડા દિવસો પછી, કાંબલીના બાળપણના મિત્ર અને ફર્સ્ટ-ક્લાસ અમ્પાયર માર્કસ કુટોએ કહ્યું, તેને ઘણી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ છે. તેનું રિહેબમાં જવાનો કોઈ અર્થ નથી. ભૂતકાળમાં 14 વખત રિહેબ માટે અમે તેને વસઈ લઈ ગયા છીએ. હવે કાંબલીનો વીડિયો વાયરલ થયા બાદ 1983ના વર્લ્ડ કપ વિજેતા ભારતીય કેપ્ટન કપિલ દેવ અને બોલર બલવિંદર સિંહે મદદનો હાથ લંબાવવાનું કહ્યું છે. કાંબલીને મદદ કરતા પહેલા તેને કહેવામાં આવ્યું હતું કે તેણે પહેલા પોતે પોતાની મદદ કરવી પડશે.

Advertisement

રિપોર્ટમાં બલવિંદર સિંહને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, કપિલ (દેવ)એ મને સ્પષ્ટ કહ્યું છે કે જો તે રિહેબ માટે જવા માંગે છે, તો અમે તેને આર્થિક મદદ કરવા તૈયાર છીએ. જો કે, તેણે પહેલા રિહેબની તપાસ કરવી પડશે. જો તે આમ કરે છે, તો અમે બિલ ચૂકવવા તૈયાર છીએ, પછી ભલેને સારવારમાં ગમે તેટલો સમય ચાલે.
વિનોદ કાંબલીએ તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 17 ટેસ્ટ અને 104 વનડે રમી હતી. ટેસ્ટમાં તેણે 54.20ની એવરેજથી 1084 રન બનાવ્યા અને વનડેમાં તેણે 32.59ની એવરેજથી 2477 રન બનાવ્યા. તેણે ટેસ્ટમાં 4 સદી અને 3 અડધી સદી ફટકારી હતી. આ સિવાય તેણે વનડેમાં 2 સદી અને અડધી સદી ફટકારી છે. જો કે, વિનોદ કાંબલી અનેક વખત વિવાદમાં આવી ચૂક્યો છે. તમને જણાવી દઈએ એક સમયે વિનોદ કાંબલીને સચિન કરતા પણ સારો બેટ્સમેન માનવામાં આવતો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement