For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

90 બોલમાં 190 રન, ઇંગ્લેન્ડ જતા પહેલા સૂર્યવંશીની વિસ્ફોટક ઇનિંગ

10:55 AM Jun 11, 2025 IST | Bhumika
90 બોલમાં 190 રન  ઇંગ્લેન્ડ જતા પહેલા સૂર્યવંશીની વિસ્ફોટક ઇનિંગ

વૈભવ સૂર્યવંશીએ ઈંગ્લેન્ડ જતા પહેલા વધુ એક તોફાની ઇનિંગ રમી છે, તેણે બેંગલુરુમાં BCCI સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે રમાયેલી પ્રેક્ટિસ મેચમાં 190 રન ફટકાર્યા હતા. વૈભવે માત્ર 90 બોલમાં 190 રન ફટકાર્યા હતા જેમાં છગ્ગા અને ચોગ્ગાનો વરસાદ થયો હતો.

Advertisement

14 વર્ષીય ખેલાડીએ IPL 2025માં રાજસ્થાન રોયલ્સ તરફથી રમતી વખતે 35 બોલમાં ઐતિહાસિક સદી ફટકારી હતી, ત્યારબાદ તેને ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની અંડર-19 ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. ભારતની અંડર-19 ટીમ પણ ઈંગ્લેન્ડ પ્રવાસ પર જશે, જેનો કેપ્ટન આયુષ મ્હાત્રે છે અને આ ટીમમાં વૈભવ સૂર્યવંશીની પણ પસંદગી કરવામાં આવી હતી. ઈંગ્લેન્ડ જતા પહેલા વૈભવે મંગળવારે આ તોફાની ઇનિંગ રમી હતી. ભારતની અંડર-19 ક્રિકેટ ટીમ ઇંગ્લેન્ડની અંડર-19 ટીમ સામે 50 ઓવરની પ્રેક્ટિસ મેચ બાદ 5 મેચની વન-ડે શ્રેણી રમશે. આ પછી 2 મલ્ટી-ડે મેચ રમાશે.

ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય ઞ19 ટીમ
આયુષ મ્હાત્રે (કેપ્ટન), વૈભવ સૂર્યવંશી, વિહાન મલ્હોત્રા, મૌલ્યરાજસિંહ ચાવડા, રાહુલ કુમાર, અભિજ્ઞાન કુંડુ (વાઈસ-કેપ્ટન અને વિકેટકીપર), હરવંશ સિંહ (વિકેટકીપર), આરએસ અંબરીશ, કનિષ્ક ચૌહાણ, ખિલાન પટેલ, હેનિલ પટેલ, યુધાજીત ગુહા, પ્રવણ રાઘવેન્દ્ર, મોહમ્મદ એનાન, આદિત્ય રાણા, અનમોલજીતસિંહ. સ્ટેન્ડબાય ખેલાડીઓ: નમન પુષ્પક, ડી દિપેશ, વેદાંત ત્રિવેદી, વિકલ્પ તિવારી, અલંકૃત રાપોલ (વિકેટકીપર).

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement