મહિલા પ્રીમિયર લીગમાં 17 ખેલાડીઓ રિટેન્સ, 10 ભારતીય અને 7 વિદેશી
મહિલા પ્રીમિયર લીગ 2026 માટે મેગા ઓક્શન 27 નવેમ્બરે થવાનું છે. થોડા અઠવાડિયા પહેલા બધી ટીમોએ તેમની રીટેન્શન યાદી જાહેર કરી હતી. BCCI એ પાંચેય ટીમો માટે ₹15 કરોડનું પર્સ નક્કી કર્યું હતું.RCB, MI, દિલ્હી કેપિટલ્સ, UP વોરિયર્સ અને ગુજરાત જાયન્ટ્સે કુલ 17 ખેલાડીઓને જાળવી રાખ્યા છે, કુલ ₹39.4 કરોડ ખર્ચ્યા છે. દરેક ટીમે કેટલા અને કયા ખેલાડીઓને જાળવી રાખ્યા છે તે અહીં જાણો.
માત્ર મુંબઈ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સે તેમના પાંચેય રીટેન્શનનો ઉપયોગ કર્યો છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 4 ખેલાડીઓને જાળવી રાખ્યા છે, ગુજરાત જાયન્ટ્સે 2 ખેલાડીઓને જાળવી રાખ્યા છે, અને UP વોરિયર્સે ફક્ત એક ખેલાડીને જાળવી રાખ્યો છે. આ 17 ખેલાડીઓમાંથી 10 ભારતીય અને 7 વિદેશી છે. ત્રણ અનકેપ્ડ ખેલાડીઓને પણ જાળવી રાખવામાં આવ્યા છે. અનકેપ્ડ ખેલાડીઓને પણ નોંધપાત્ર રોકડ રકમ મળી છે, કારણ કે BCCI એ તેમની કિંમત ₹50 લાખ નક્કી કરી હતી.
મુંબઈ ઈન્ડિયન્સે હરમનપ્રીત કૌર, નેટ સાયવર બ્રન્ટ, હેલી મેથ્યુઝ, અમનજોત કૌર અને જી કમલિનીને રિટેન કર્યા છે. જેમના પર ₹9.25 કરોડ ખર્ચ કર્યા છે. જયારે RCB એ ફક્ત ચાર ખેલાડીઓ પર ₹8.85 કરોડ ખર્ચ કર્યા. બેંગલુરુ ફ્રેન્ચાઇઝે સ્મૃતિ મંધાના, એલિસ પેરી, રિચા ઘોષ અને શ્રેયંકા પાટિલને રિટેન કર્યા છે. બેંગલુરુએ તેની રીટેન્શન યાદીમાં કોઈ અનકેપ્ડ ખેલાડીનો સમાવેશ કર્યો ન હતો.દિલ્હી કેપિટલ્સે પણ તેમના ₹15 કરોડમાંથી ₹9.30 કરોડ ખર્ચ કર્યા. તેઓએ જેમીમાહ રોડ્રિગ્સ, શેફાલી વર્મા, મેરિઝૈન કાપ, એનાબેલ સધરલેન્ડ અને અનકેપ્ડ ખેલાડી નિકી પ્રસાદને રિટેન કર્યા છે અને ગુજરાત જાયન્ટ્સે એશ્ર્લે ગાર્ડનર અને બેથ મૂનીના રુપમાં બે અનુભવી ખેલાડીઓને રિટેન કર્યા છે.
ગુજરાતની ટીમે ફક્ત બે ખેલાડીઓ પર ₹6 કરોડ ખર્ચ કર્યા. જયારે યુપી વોરિયર્સે દીપ્તિ શર્મા સહિત અનેક દિગ્ગજ ખેલાડીઓને રિલીઝ કર્યા છે. તેમણે ફક્ત અનકેપ્ડ ખેલાડી શ્વેતા સેહરાવતને જાળવી રાખી છે. દરેક ટીમને વધુમાં વધુ પાંચ ખેલાડીઓને રીટેન કરવાની મંજૂરી આપવામાં આવી હતી. મુંબઈ ઇન્ડિયન્સે પાંચ ઉત્કૃષ્ટ ખેલાડીઓને રીટેન કરીને તમામ પાંચ સ્થાનો ભર્યા, જેમાં ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરનો સમાવેશ થાય છે. મુંબઈએ હરમનપ્રીત કૌર, નેટ-સાયવર બ્રન્ટ, હેલી મેથ્યુઝ, અમનજોત કૌર અને જી. કમલિનીનો સમાવેશ થાય છે.