15 અડધી સદી, 130થી વધુ વિકેટ, 2000થી વધુ રન, જાડેજાનો રેકોર્ડ
વિશ્ર્વના પ્રથમ ખેલાડી બની ઓલરાઉન્ડર ક્ષમતા સાબિત કરી
ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ લોર્ડ્સ ટેસ્ટ મેચમાં એક અનોખો અને ઐતિહાસિક રેકોર્ડ પોતાના નામે કર્યો છે. પોતાની 72 રનની મહત્ત્વપૂર્ણ ઇનિંગ દરમિયાન, પસરથ જાડેજા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ના ઇતિહાસમાં 15 અડધી સદી, 130 થી વધુ વિકેટ અને 2000 થી વધુ રન બનાવનાર વિશ્વનો પ્રથમ ક્રિકેટર બન્યો છે. આ સિદ્ધિએ વિશ્વ ક્રિકેટને સ્તબ્ધ કરી દીધું છે અને જાડેજાની ઓલરાઉન્ડ ક્ષમતાને ફરી એકવાર સાબિત કરી છે.
રવિન્દ્ર જાડેજાએ લોર્ડ્સમાં રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ફરી એકવાર ટીમ ઇન્ડિયા માટે પોતાની ઉપયોગીતા દર્શાવી. ભલે તે સદી ફટકારી શક્યો નહીં, પરંતુ તેણે 72 રનની મહત્ત્વપૂર્ણ અડધી સદી ફટકારીને ધમાકેદાર પ્રદર્શન કર્યું. તેંડુલકર-એન્ડરસન ટ્રોફીમાં આ જાડેજાની સતત ત્રીજી અડધી સદી છે. પોતાની આ ઇનિંગમાં જાડેજાએ 131 બોલનો સામનો કર્યો, જેમાં 8 ચોગ્ગા અને 1 છગ્ગો સામેલ હતા.
ભારતીય ઇનિંગ દરમિયાન, જાડેજાએ નીતિશ રેડ્ડી સાથે ચોથી વિકેટ માટે 72 રનની મહત્ત્વપૂર્ણ ભાગીદારી નોંધાવી હતી. ત્યારબાદ તેણે વોશિંગ્ટન સુંદર સાથે 50 રનની ભાગીદારી કરીને ટીમને ઇંગ્લેન્ડના સ્કોર સુધી પહોંચાડવામાં મદદ કરી.