For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ચેમ્પિયન્સ ટ્રોફી બાદ 10 ધુરંધર ખેલાડીઓ ક્રિકેટને અલવિદા કહેશે

10:53 AM Feb 17, 2025 IST | Bhumika
ચેમ્પિયન્સ ટ્રોફી બાદ 10 ધુરંધર ખેલાડીઓ ક્રિકેટને અલવિદા કહેશે

Advertisement

ICCની બીજી સૌથી મોટી ટૂર્નામેન્ટ ચેમ્પિયન્સ ટ્રોફી હવે થોડા જ દિવસોમાં શરૂૂ થવા જઈ રહી છે. પાકિસ્તાન-યુએઈ દ્વારા યોજાનારી આ ઈવેન્ટમાં 8 ટીમો ભાગ લેશે. યજમાન પાકિસ્તાન ઉપરાંત ભારત, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનની ટીમો રમશે. ક્રિકેટમાં ઘણીવાર એવું જોવા મળ્યું છે કે મોટી ટૂર્નામેન્ટ પછી કેટલાક ખેલાડીઓ રમતથી કાયમ દૂર રહે છે. તે નિવૃત્તિ લે છે. આ વખતે પણ કંઈક આવું જ જોવા મળી શકે છે.

ફખર જમાન: પાકિસ્તાનનો ઓપનર બેટ્સમેન ફખર જમાન ટીમનો સૌથી અનુભવી ખેલાડી છે. તે મોટી ઇનિંગ્સ માટે પ્રખ્યાત છે. ફખર છેલ્લી વખત ચેમ્પિયન્સ ટ્રોફી જીતનારી પાકિસ્તાની ટીમનો હીરો હતો. તેણે ફાઇનલમાં ભારત સામે યાદગાર સદી ફટકારી હતી. હાલના દિવસોમાં તે વિવાદો અને ફિટનેસના કારણે ટીમની બહાર છે. ફખર લગભગ 35 વર્ષનો છે અને જો તે આ ટૂર્નામેન્ટમાં નિષ્ફળ જશે તો તેની કારકિર્દી ખતમ થઈ શકે છે.

Advertisement

કેન વિલિયમસન: વિશ્વના ટોચના ક્રિકેટરોમાંથી એક કેન વિલિયમસન પણ ફિટનેસની સમસ્યાથી ઝઝૂમતો જોવા મળ્યો છે. તેણે પાકિસ્તાનમાં ત્રિકોણીય શ્રેણી દરમિયાન શાનદાર બેટિંગ કરી હતી. તે 34 વર્ષનો છે અને તેણે ન્યૂઝીલેન્ડ ક્રિકેટનો કોન્ટ્રાક્ટ પણ ફગાવી દીધો છે. આવી સ્થિતિમાં અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે જો કિવી ટીમ આ વખતે ટાઈટલ નહીં જીતે તો વિલિયમસન જલ્દી જ ODI ફોર્મેટને અલવિદા કહી દેશે.

રોહિત શર્મા: ભારતીય કેપ્ટન રોહિત શર્મા હાલના દિવસોમાં પોતાના ફોર્મના કારણે ચર્ચામાં છે. તેને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો છે. જો કે ઈંગ્લેન્ડ સામેની વનડેમાં સદી ફટકારીને તેણે વાપસીના સંકેત દેખાડી દીધા છે. તેણે ગયા વર્ષે ટી20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટી20 ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી હતી. જો આ વખતે ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી જીતશે તો તે પોતાના નિવૃત્તિના નિર્ણયથી બધાને ચોંકાવી શકે છે. તે 37 વર્ષનો છે અને તેના માટે 2027 ODI વર્લ્ડ કપમાં રમવું મુશ્કેલ બની રહ્યું છે.

ગ્લેન મેક્સવેલ: ઓસ્ટ્રેલિયાના અનુભવી બેટ્સમેન ગ્લેન મેક્સવેલ પોતાની બેટિંગથી કોઈપણ મેચને પલટાવી શકે છે. જો કે, તાજેતરના દિવસોમાં તે તેના ખરાબ ફોર્મથી સંઘર્ષ કરી રહ્યો છે. મેક્સવેલ 2023 ODI વર્લ્ડ કપ બાદ 10 ODI મેચોમાં નિષ્ફળ રહ્યો છે. આ દરમિયાન 30 રન તેનો સર્વોચ્ચ સ્કોર રહ્યો છે. ઓસ્ટ્રેલિયાની ટીમ પણ ખરાબ સ્થિતિમાં છે. જો કાંગારુ ટીમ કંઈ ખાસ કરી શકી નથી તો આ 36 વર્ષનો ખેલાડી સંન્યાસ લઈ શકે છે.

જો રૂૂટ: વિશ્વના ટોચના બેટ્સમેનોમાંના એક જો રૂૂટે તાજેતરમાં જ ODI ફોર્મેટમાં પુનરાગમન કર્યું છે. ભારત સામેની શ્રેણીમાં તે કંઈ ખાસ કરી શક્યો નહોતો. તે ચેમ્પિયન્સ ટ્રોફીને યાદગાર બનાવવા માંગશે. ODI વર્લ્ડ કપ 2023 બાદ તે માત્ર 3 ODI મેચ રમી શક્યો છે. ત્રણેય મેચ આ મહિને ભારત સામે રમાઈ હતી. આવી સ્થિતિમાં જો રૂૂટ ટૂર્નામેન્ટમાં કંઇક મોટું પ્રદર્શન નહીં કરે તો વનડેમાં તેની કારકિર્દી ખતમ થઈ શકે છે.

મોહમ્મદ નબી: 40 વર્ષના મોહમ્મદ નબીની આ છેલ્લી આઈસીસી ઈવેન્ટ હશે. તેણે ચેમ્પિયન્સ ટ્રોફી બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે. નબીએ લાંબા સમય સુધી અફઘાનિસ્તાન ટીમની સેવા કરી છે. તેની પાસે 170 ODI મેચોનો અનુભવ છે. હવે જોવાનું એ રહે છે કે તેના કાર્યકાળ દરમિયાન અફઘાન ટીમ આ વખતે ચેમ્પિયન્સ ટ્રોફીમાં કેટલી હદ સુધી પહોંચે છે.

વિરાટ કોહલી: વિશ્વના સર્વશ્રેષ્ઠ બેટ્સમેનોમાંના એક વિરાટ કોહલી માટે આ છેલ્લી આઈસીસી ઈવેન્ટ હોઈ શકે છે. તેણે ગયા વર્ષે ટી20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટી20 ઇન્ટરનેશનલમાંથી નિવૃત્તિ લીધી હતી. તાજેતરના વર્ષોમાં, તેના ફોર્મને લઈને પ્રશ્નો ઉભા થયા છે. જો ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી જીતશે તો તે સંન્યાસ લઈને બધાને ચોંકાવી શકે છે. હવે જોવાનું એ રહે છે કે તે આ ટૂર્નામેન્ટ પછી નિવૃત્તિ લે છે કે પછી થોડા વધુ વર્ષ રમે છે.

રવિન્દ્ર જાડેજા: ભારતીય ટીમમાં વધતા જતા સ્પિન ઓપ્શનને કારણે રવિન્દ્ર જાડેજા પર ઘણું દબાણ વધી ગયું છે. અક્ષર પટેલે તેને ટક્કર આપી છે. રોહિત અને વિરાટની જેમ 36 વર્ષીય જાડેજાએ પણ ગયા વર્ષે ઝ20 વર્લ્ડ કપ જીત્યા બાદ ઝ20 ઇન્ટરનેશનલમાંથી નિવૃત્તિ લીધી હતી. જાડેજા ટૂંક સમયમાં જ ODI ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ શકે તેવી પ્રબળ સંભાવના છે.

મુશ્ફિકુર રહીમ: બાંગ્લાદેશનો અનુભવી વિકેટકીપર બેટ્સમેન મુશફિકુર રહીમ 37 વર્ષનો થઈ ગયો છે. તેણે 272 ODI મેચ રમી છે અને તે ચેમ્પિયન્સ ટ્રોફી બાદ નિવૃત્તિની જાહેરાત કરી શકે છે. રહીમના નામે 7793 રન છે અને તે એક શાનદાર વિકેટકીપર છે, પરંતુ તેની વધતી ઉંમરના કારણે તેને ટીમ છોડવી પડી શકે છે.

આદિલ રાશિદ: ઈંગ્લેન્ડના અનુભવી સ્પિનર આદિલ રાશિદ માટે પણ આ છેલ્લી આઈસીસી ટૂર્નામેન્ટ હોઈ શકે છે. તે 36 વર્ષનો છે અને તેણે 146 ODI મેચ રમી છે. રાશિદ પોતાની વધતી ઉંમરને કારણે ચેમ્પિયન્સ ટ્રોફી બાદ નિવૃત્તિની જાહેરાત કરી શકે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement