For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વેકેશન પડતા જ રમતગમતના સાધનોના ભાવમાં ભડકો

05:48 PM May 04, 2024 IST | Bhumika
વેકેશન પડતા જ રમતગમતના સાધનોના ભાવમાં ભડકો

ક્રિકેટના બેટ-બોલ, સ્ટમ્પ્સ, સ્કેટિંગ, વોલીબોલ, ફૂટબોલની સામગ્રીમાં 10 ટકા સુધીનો વધારો : ચેસ, સાપસીડી, કેરમ જેવી ઈન્ડોર રમતના ભાવમાં ઉછાળો

Advertisement

કોલેજ અને શાળાની પરીક્ષા પૂરી થતા જ બાળકો રજાની મજા માણવા અવનવી એક્ટિવિટીમાં ભાગ લેતા હોય છે, જેમાં રમત-ગમત મોખરે આવે છે. શહેરના ગાર્ડન, પ્લેગ્રાઉન્ડ અને શાળા-કોલેજોમાં સ્કેટિંગ, બેડમિંટન, ક્રિકેટ જેવી રમતોના ક્લાસીસ થતાં હોય છે અને બાળકો મામાને ત્યાં ફરવા જાય કે, અન્ય સ્થળોએ જાય ત્યાં પણ સાથે કેરમ, સાપસીડી, ચેસ જેવી રમત સાથે લઈ જતાં હોય છે.

Advertisement

તો આવી તમામ રમત-ગમતના સાધનોની વેરાઇટી રાજકોટના ખાદી ગ્રામોદ્યોગ ખાતે ઉપલબ્ધ છે. રાજકોટમાં ગ્રામોદ્યોગ એ વર્ષોથી કાર્યરત છે, જેમાં કપડાં, અથાણાં, પાપડ, વેફર, સહિત સુશોભનની પણ સામગ્રી મળી આવે છે અને હાલ લોકો બહોળા પ્રમાણમાં રમત-ગમતના સાધનોની ખરીદી કરી રહ્યા છે.

રાજકોટ સહિત સમગ્ર ભારતની શાળા-કોલેજોમાં વેકેશન પડી ગયું છે અને આ વેકેશનમાં બાળકો અને વાલીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વેકેશનમાં બાળકો મામાને ઘેર ફરવા જવાનું પસંદ કરે છે, અથવા બાળકોને મનગમતી એક્ટિવિટી જેમકે ક્રિકેટ, વોલીબોલ,બાસ્કેટબોલ, બેડમિન્ટન, સ્કેટિંગ, ડાંસિંગ, સિંગિંગ, મ્યુઝિક, પેંટિંગક્લાસ જેવી અનેક પ્રવૃતિઓમાં ભાગ લેવાનું પસંદ કરે છે. હાલ રાજકોટમાં બહોળા પ્રમાણમાં સમર કલાસિસ પણ શરૂૂ થઈ ગયા છે. આ માટે બાળકો અને વાલીઓ સુદામાચોક પાસે આવેલું ખાદીગ્રામ ઉદ્યોગમાંથી ખૂબ મોટા પ્રમાણમાં રમત-ગમતના સાધનોની ખરીદી કરી રહ્યા છે.

વેકેશન શરૂૂ થતાની સાથે જ તમામ રમત-ગમતના સાધનોને પૂરતું સ્ટોકઅપ કરવામાં આવ્યું છે. રમત-ગમતને લગતી તમામ સામગ્રીઓ જેમકે ક્રિકેટના ગ્લવ્સ, બેટ, બોલ, સ્ટમ્પ, પેડ્સ સહિતની વસ્તુઓ મળે છે અને સાથે જ સ્કેટિંગ, વોલીબોલ, ફૂટબોલની પણ સામગ્રી ઉપલબ્ધ છે. આ તમામ સામગ્રીનો ભાવ અગાઉના વર્ષ કરતા આ વર્ષે 5થી 10 ટકાનો ભાવ વધારો જોવા મળી રહ્યો છે. પરંતુ ખાદી ગ્રમોદ્યોગ મળતી તમામ સામગ્રી સારા મટીરીયલમાંથી બનાવવામાં આવે છે, જે સુંદરની સાથે સાથે ટકાઉ અને મજબૂત પણ હોય છે.

આ સમય અને ઉંમરમાં, બાળકો વધુ અને વધુ સમય ઘરની અંદર વિતાવે છે. મોટાભાગના બાળકો ટેલિવિઝન, સ્માર્ટફોન સાથે જોડાયેલા હોય છે. પરંતુ ટેલિવિઝન પર કાર્ટૂન જોવાનું અથવા અવિરત કલાકો સુધી ફોનનો ઉપયોગ કરવાથી તેમના સ્વાસ્થ્યને અસર થઈ શકે છે. આઉટડોર ગેમ્સ રમવાથી બાળકોમાં માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય સુધારી શકાય છે. બાળકના વિકાસ માટે ભણતરની સાથે ગણતર પણ હોવું જોઈએ. આથી બાળક બહાર નીકળશે તો ખુદની આવડત વિકસાવી શકે છે અને મનગમતી એક્ટિવિટી દ્વારા અન્ય પ્રવૃત્તિમાં પણ આગળ આવી મેડલ જીતી શકે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement