For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સોમવારે ખગ્રાસ સૂર્યગ્રહણનો અદભુત અવકાશી નજારો

05:02 PM Apr 02, 2024 IST | Bhumika
સોમવારે ખગ્રાસ સૂર્યગ્રહણનો અદભુત અવકાશી નજારો
  • ગ્રહણની અવધિ 5 કલાક 10 મિનિટ : ઉત્તર-મધ્ય અમેરિકા, મેક્સિકો, પૂર્વ કેનેડામાં અદ્ભુત જોવા મળશે : ભારતમાં દેખાશે નહી : રોમાંચકારી અવકાશ ઘટનાને લઇ વૈજ્ઞાનિકોમાં જબરો ઉત્સાહ

દુનિયાના દેશો અને અમુક પ્રદેશોમાં સોમવાર તા. 8 મી એપ્રિલે અમુક દેશો-પ્રદેશોમાં ખગ્રાસ અને ખંડગ્રાસ ગ્રહણનો અદ્દભુત અવકાશી નજારો જોવા મળવાનો છે. આ ગ્રહણની અવધિ પ કલાક ને 10 મિનિટની છે જે ઉત્તર-મધ્ય અમેરિકા, મેક્સિકો, પૂર્વ કેનેડામાં અદ્દભુત દેખાવાનું છે. વૈજ્ઞાનિકોએ સંશોધનો માટે પોતાના સ્થળની પસંદગી કરી લીધી છે. સૂર્યગ્રહણ નરી આંખે જોવું અતિ જોખમી છે. ભારતમાં આ ગ્રહણ જોવા મળશે નહિ ત્યારે રાજયમાં ભારત જન વિજ્ઞાન જાથા ગ્રહણ સંબંધી વૈજ્ઞાનિક સમજ આપશે.

Advertisement

સંવત ર080 ફાગણ કૃષ્ણ પક્ષ ને અમાસ તા. 8 એપ્રિલ, 2024, સોમવાર મીન રાશિ રેવતી નક્ષત્રમાં થનારૂૂં ખગ્રાસ અને ખંડગ્રાસ સૂર્યગ્રહણ ભારતમાં દેખાવાનું નથી. જયારે સૂર્યગ્રહણ ઉત્તર-મધ્ય અમેરિકા, પૂર્વ કેનેડામાં અલૌકિક જોવા મળવાનું છે. આ ઉપરાંત ગ્રહણ, ઉત્તર-દક્ષિણ પેસિફિક મહાસાગર, લેબ્રેડર સમુદ્ર, ગ્રીનલેન્ડ સમુદ્ર, આઈસલેન્ડ સમુદ્ર, નોર્વેજીત સમુદ્ર, કેનરીઅસ સમુદ્ર વગેરે વિસ્તારોમાં જોવા મળવાનું છે.

ભૂમંડલે ભારતીય સમય મુજબ ગ્રહણ સ્પર્શ : 21 કલાક 12 મિનિટ 10 સેક્ધડ, ગ્રહણ સંમીલન : 22 કલાક 08 મિનિટ 47 સેક્ધડ, ગ્રહણ મધ્ય : 23 કલાક 47 મિનિટ 16 સેક્ધડ, ગ્રહણ ઉન્મીલન : 25 કલાક 25 મિનિટ 32 સેક્ધડ, ગ્રહણ મોક્ષ : 26 કલાક 22 મિનિટ 14 સેક્ધડ, આ ગ્રહણનું ગ્રાસમાન : 1.057 રહેશે. ગ્રહણની અવધિ 05 કલાક 10 મિનિટની છે. ખગ્રાસ ગ્રહણ 04 મિનિટ 28 સેક્ધડ સ્થિરતા રહેશે.

Advertisement

જાથાના રાજય ચેરમેન એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું કે આ ગ્રહણ પૃથ્વી ઉપર 05 કલાક 10 મિનિટ જોવા મળવાનું છે તેમાં પૂર્વ કેનેડામાં 04 મિનિટ 28 સેક્ધડ સુધી ખગ્રાસ અવસ્થા અતિ દુર્લભ જોવા મળવાનું છે. માનવી માટે જીજ્ઞાસા સાથે સંશોધનનો શ્રેષ્ઠ સમય છે ત્યારે પશુ-પંખી માટે વિચલિત થઈ જાય તેવી અવસ્થા સાબિત થશે. તેમને એકાએક અંધકાર, પ્રકાશનું ગાયબ થઈ જવું કુતુહુલ સાબિત થવાનું છે.

જાથાના બિલડીના ખીમજીભાઈ બારોટ, દેવળાના બાબુભાઈ જાગાણી, અંકલેશ ગોહિલ, દિનેશ હુંબલ, વિનોદ વામજા, રાજુભાઈ યાદવ, જીવણભાઈ મીયાત્રા, હસમુખ ગાંધી, અરવિંદ પટેલ, વિનુભાઈ લોદરીયા, હુસેનભાઈ ખલીફા, પ્રમોદ પંડયા, નિર્ભય જોષી, કિશોરગીરી ગોસાઈ, ભાનુબેન ગોહિલ, ભક્તિબેન રાજગોર, ભાવનાબેન વાઘેલા અનેક કાર્યકરો કાર્યક્રમનું સંકલન કરી રહ્યા છે.અંતમાં રાજ્યમાં જાથાની શાખાઓમાં ગ્રહણની વૈજ્ઞાનિક સમજના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મર્યાદીત સંખ્યામાં હોય આમંત્રિતો માટે જ રાખવામાં આવ્યું છે. વિશેષ જાણકારી માટે મો. 98252 16689 ઉપર સંપર્ક સાધવા યાદીમાં જણાવાયું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement