સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ક્રાઇમગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકઈ પેપર
Advertisement

ગુજરાતમાં ડ્રગ્સનું દૂષણ ડામવા ખાસ અભિયાન

11:40 AM Jun 25, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

ગુજરાતના સાધુ-સંતો, સામાજિક અગ્રણીઓ, કલાકારો અને મીડિયા હાઉસને જંગમાં જોડાવા ગૃહમંત્રીની અપીલ

ગુજરાતમાં નો-ડ્રગ્સના કેમ્પેઇન હેઠળ ડ્રગ્સના દુષણને નાબુદ કરતા સરકાર પગલા લઇ રહી છે. છતાં ડ્રગ્સનુન વધી રહેલુ દુષણ ડામવા માટે હવે સરકાર શાળા, કોલેજ અને ટયુશન કલાસમાં જઇ એન્ટી ડ્રગ્સ કેમ્પેઇન ચલાવશે. ગુજરાતમાં ડ્રગ્સને નાબુદ કરવા ઝુંબેશ શરૂ કરાશે જેના માટે એડીશનલ ડીજીપી કક્ષાના અધિકારીની સાથે એસપી કક્ષાના અધિકારીને આ અભિયાનમાં જોડવામાં આવશે.

ગુજરાતમાં ડ્રગ્સ ના દૂષણ માં અનેક બાળકો અને યુવા પેઢી બરબાદ થઈ રહી હોવાના ચોંકાવનાર આંકડા પોલીસ તપાસમાં ખુલ્યા છે. જેથી ગૃહ મંત્રીએ ચિંતા વ્યક્ત કરી છે કે આ દૂષણ સમયસર નહિ અટકે તો દરેકનાં ઘર સુધી ડ્રગ્સનો નશો પહોંચી જશે.ગૃહમંત્રીએ પોતાના ઘરથી પોલીસનાં ઘર કે મીડિયાના ઘર સુધી આ ડ્રગ્સનું દૂષણ પહોંચે તેવી ચિંતા વ્યક્ત કરી હતી. જેવી રીતે વિશ્વના વિદેશના કેટલા દેશોએ ડ્રગ્સ સામે લડાઇ છોડીને શરણાગતિ સ્વીકારી છે. તેવી સ્થિતિ ગુજરાતનીના બને જે માટે ડ્રગ્સ વિરોધી જંગનું એલાન કર્યું છે. અને ગુજરાતના તમામ સાધુ , સંતો, સામાજિક અગ્રણીઓ, કલાકારો અને રાજકીય નેતા તેમજ કાર્યકર્તાને આ જંગમાં જોડાવાની અપીલ કરી છે. જેમાં મહત્વનો ભાગ ભજવતી મીડિયા હાઉસને પણ આ જંગમાં જોડાવા અપીલ કરી છે.

ગુજરાતમાં ડ્રગ્સ ની હેરાફેરી માટે દરિયાઈ માર્ગનો ઉપયોગ ડ્રગ્સ માફિયા સૌથી વધુ કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. જેમાં અમદાવાદ અને સુરતમાં સૌથી વધુ ડ્રગ્સનાં કેસ નોંધાયા છે. અને ડ્રગ્સ પેડલરોનું પ્રમાણ પણ વધી રહ્યું છે. જેથી પોલીસે ડ્રગ્સના નાના થી મોટા કેસો કરવા માટે પોલીસને સૂચના આપી છે. એટલું જ નહિ પોલીસનું પ્રોત્સાહન વધારવા રિવોર્ડ પોલીસી જાહેરાત કરી છે. ગુજરાત પહેલું એવું રાજ્ય હશે જેણે ડ્રગ્સને નાબૂદ કરવા માટે પોલીસને પોતાની ફરજ માટે રિવોર્ડ આપી રહી છે. અત્યાર સુધીમાં 105 પોલીસ કર્મચારી અને અધિકારીઓને 16 લાખથી પણ વધુના રિવોર્ડ આપ્યા છે. ત્યારે આ બધા વચ્ચે વિપક્ષ પણ ઉડતા ગુજરાતનું આક્ષેપ કરી રહ્યું હતુ. પરંતુ ગૃહમંત્રીએ કહ્યું કે ડ્રગ્સનાં દૂષણને રાજકીય મુદ્દો ન બનવીને સૌ એક સંપ થઈ લડવું જરૂૂરી બન્યું છે.

રાજ્યમાં ડ્રગ્સનું દૂષણ વધ્યું છે. તેના વપરાશ કરનાર વર્ગ વધ્યો છે. પરંતુ તેની સામે ડ્રગ્સનું સેવન અટકાવીને તેને સારવાર અપાવવી શકે તેવા રિહેબ સેન્ટર નથી. જેથી આરોગ્ય વિભાગ સાથે મળીને નવા રીહેબ સેન્ટર શરૂૂ કરવાની તૈયારી સરકારે બતાવી છે. ત્યારે આવનાર દિવસમાં ડ્રગ્સનું દૂષણ કેટલું દૂર થાય છે. અને આ દૂષણ અટકાવવામાં પોલીસને કેટલી સફળતા મળે છે કે નહીં. તે મોટો સવાલ છે.

Tags :
crimedrugsgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement