For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

T-20 વર્લ્ડ કપમાં પાંચમી વખત 1 રનથી જીત મેળવતું દ.આફ્રિકા

04:30 PM Jun 15, 2024 IST | admin
t 20 વર્લ્ડ કપમાં પાંચમી વખત 1 રનથી જીત મેળવતું દ આફ્રિકા

નેપાળને એક રને હરાવ્યું

Advertisement

ટી20 વર્લ્ડ કપ 2024ની 31મી મેચમાં દક્ષિણ આફ્રિકાએ નેપાળને 01 રનથી હરાવ્યું. સેન્ટ વિન્સેન્ટના આર્નોસ વેલે મેદાનમાં બંને વચ્ચેની મેચ ખૂબ જ રોમાંચક રહી હતી અને છેલ્લા બોલ પર આફ્રિકાનો વિજય થયો હતો. પરંતુ ટી20 ઈન્ટરનેશનલમાં આ પ્રથમ વખત નથી બન્યું કે આફ્રિકાએ માત્ર 01 રનના માર્જિનથી મેચ જીતી હોય, પરંતુ આ પાંચમી વખત હતું જ્યારે આફ્રિકાએ આ સિદ્ધિ મેળવી હોય. આફ્રિકા એવી ટીમ છે જેણે ઝ20 ઇન્ટરનેશનલમાં સૌથી વધુ વખત 1 રનથી મેચ જીતી છે. ટીમે ટી20 વર્લ્ડ કપમાં જ બે વખત 1 રનથી જીત મેળવી હતી. ટી20 વર્લ્ડ કપના ઈતિહાસમાં દક્ષિણ આફ્રિકાએ 01 રનથી પ્રથમ જીત નોંધાવી હતી. 2009 ટી20 વર્લ્ડ કપમાં આફ્રિકાએ ન્યૂઝીલેન્ડને લોર્ડ્સમાં હરાવ્યું હતું, જે ટી20 વર્લ્ડ કપમાં 01 રનના માર્જીનથી તેની પ્રથમ જીત હતી. હવે 2024ની ટૂર્નામેન્ટમાં આફ્રિકાએ નેપાળને 01 રનથી હરાવ્યું હતું. આફ્રિકા સિવાય ટી-20 ઈન્ટરનેશનલમાં અન્ય કોઈ ટીમ બે વખતથી વધુ 01 રનથી મેચ જીતી શકી નથી. આ મેચમાં નેપાળે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરવા આવેલી દક્ષિણ આફ્રિકાની ટીમ 20 ઓવરમાં માત્ર 115/7 રન બનાવી શકી હતી. ત્યારબાદ, લક્ષ્યનો પીછો કરતી વખતે નેપાળ 20 ઓવરમાં માત્ર 114/7 રન સુધી પહોંચી શક્યું હતું. નેપાળે સારી શરૂૂઆત કરી હતી અને એક સમયે એવું લાગી રહ્યું હતું કે તેઓ મેચ જીતી જશે. પરંતુ, આફ્રિકન બોલરોએ મેચના અંતે ચુસ્ત બોલિંગ કરીને મેચ જીતી લીધી હતી. નેપાળને છેલ્લા બોલ પર જીતવા માટે 02 રનની જરૂર હતી. બોલ ડોટ થયા બાદ નેપાળના બેટ્સમેન ગુલશન ઝાએ રન લેવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે રનઆઉટ થયો હતો.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement